Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ઈ-વેસ્ટ પેદા કરતા દેશોમાં ભારતનો સમાવેશ :મહારાષ્ટ્ર મોખરે

વૈશ્વિક ઇ-વેસ્ટનું 2021 સુધીમાં 20 ટકા સીએજીઆર દરે વધીને 522 લાખ સુધી પહોંચે તેવી સંભાવના

નવી દિલ્હી :સરકારે સ્વચ્છ ભારત અભિયાન અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર ભાર મુક્યો હોવા છતાં ભારતે ચીન, અમેરિકા, જાપાન અને જર્મની જેવા દેશોની જેમ મોટી માત્રામાં ઇ-વેસ્ટ પેદા કારણ દેશમાં સામેલ છે તેમ એસોચેમ-એનઇસીએ પર્યાવરણ દિને રજૂ કરેલો એક અભ્યાસ જણાવે છે.

  ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધુ 19.8 ટકા ઇવેસ્ટ પેદા કરે છે પરંતુ ફક્ત 47,810 ટીપીએનું રિસાયકલ કરે છે, જ્યારે તામિલનાડૂ 13 ટકા ઉત્પાદન કરે છે 52, 427, ઉત્તરપ્રદેશ (10.1 ટકા) 86. પશ્ચિમ બગાળ 9.8 ટકા, દિલ્હી 9.5 ટકા, કર્ણાટક 8.9 ટકા, ગુજરાત 8.8 ટકા અને મધ્યપ્રદેશ 7.6 ટકા ઇ-વેસ્ટ પેદા કરે છે.

  વૈશ્વિક ઇ-વેસ્ટનું વોલ્યુમ 2021 સુધીમાં 20 ટકા સીએજીઆર દરે વધીને 522 લાખ સુધી પહોંચે તેવી સંભાવના છે, જે 2016માં 447 લાખ ટનના સ્તરે હતું એમ ઇલેક્ટ્રીકલ્સ એન઼્ડ ઇલેક્ટ્રોનીક્સ મેન્યુફેક્ચરીંગ ઇન ઇન્ડિયા પરનો એક અહેવાલ જણાવે છે, જે એસોચેમ અને એનઇસીના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયો હતો.

  2016માં પેદા કરવામાં આવેલા કુલ ઇવેસ્ટમાંથી ફક્ત 20 ટકા એટલેકે 8.9 એમટીનું યોગ્ય રીતે એકત્રીકરણ કરવામાં આવ્યુ હોવાનો અને રિસાયકલ કરાયુ હોવાનો રેકોર્ડ છે, જ્યારે બાકીના ઇ-વેસ્ટનો કોઇ જ રેકોર્ડ નથી. વૈશ્વિક સ્તરે ઉત્પન્ન કરાયેલ ઇ-વેસ્ટ 3.15 સીએજીઆર દરે વધે તેવી શક્યતા છે કેમ કે 2018નો અંદાજ વધીને 47.55 એમટી કરાયો છે એમ સંયુક્ત અભ્યાસમાં નોંધવામાં આવ્યું હતું.

(7:30 pm IST)