Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ગરીબી આસમાને : યુનો ચિંતિત

સંકટમાં આફ્રિકી દેશ મેડગાસ્કર : ભયાનક સંકટઃ લોકો જીવતા તીડ-ઘાસ ખાવા માટે મજબુર

નવી દિલ્હી,તા. ૪: આખી દુનિયા જયારે કોરોના વાયરસની ઝપટમાં છે, આફ્રિકન દેશ મેડાગાસ્કરમાં લોકો પર દૂકાળનો બમણો માર પડી રહ્યો છે. હજારો લોકો જંગલી પત્ત્।ા અને તીડ ખઇને ભૂખ ભાંગી રહ્યા છે. સતત દુષ્કાળ અને ધૂળના તોફાનોના કારણે પાક નષ્ટ થઈ ચુકયો છે જેનાથી ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. સંયુકત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (WFP)ના સીનિયર ડાયરેકટર અમેર દાઉદીએ ચેતવણી આપી છે કે મલાગસીમાં બાળકોની જિંદગીઓ ખતરામાં છે.

ખાસ કરીને ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ ચિંતાજનક સ્તર પર પહોંચી ગયું છે. મૈડાગાસ્કરની રાજધાની અન્ટાનનરીવોથી બોલતા દાઉદીએ સંયુકત રાષ્ટ્રને જણાવ્યું કે, તેઓ એવા ગામોમાં ગયા હતા જયાં લોકો જીવતા તીડ, કેકટસના કાચા ફળ અને જંગલી પત્ત્।ાઓ ખાવા માટે મજબૂર છે. દક્ષિણ મેડાગાસ્કરમાં દૂષ્કાળ પડ્યો છે અને ખાવાના સ્ત્રોત નથી. તેમણે જણાવ્યું કે, એવા ભયાનક દ્રષ્યો જોયા છે જયાં બાળકો કૂપોષિત છે અને ફકત બાળકો જ નહીં, માતાઓ, પરિવાર અને આખા ગામ.

તેમણે ચેતવ્યા કે અહીં દુષ્કાળનો ડર છે અને દુનિયામાં આવી સ્થિતિ તેમણે પહેલા કયારેય નથી જોઇ. મૈડાગાસ્કર દુનિયાના સૌથી ગરીબ દેશોમાંથી એક છે. અહીં સ્વાસ્થ્ય, રોજગારથી લઇને ગરીબી અને જળવાયુ પરિવર્તનનો મારો સહિતની અનેક સમસ્યાઓ છે, જેના કારણે લોકો આફતોનો શિકાર થયા છે. WFPએ કહ્યું કે, ઉત્પાદન ૫ વર્ષની સરેરાશથી ૪૦ ટકા ઓછું થવાની શકયતા છે. ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ ૧૬ ટકા પર પહોંચી ગયું છે.

(10:47 am IST)
  • અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર ઍકાઉન્ટ સસ્પેન્ડ બંગાળના ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તીજનક ટ્વીટ કર્યુ હતુ access_time 12:58 pm IST

  • આજે પોરબંદરમાં 37 મૃતદેહને ને અગ્નિદાહ આપવામાં આવ્યો જેમાં પાંચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે : પોરબંદરમાં સ્મશાન ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે access_time 10:38 pm IST

  • મુંબઈમાં ડ્રાઈવ - થ્રુ વેકસીનેશન શરૃઃ સીનીયર સીટીઝનો માટે સુવિધા : દેશભરમાં સંભવતઃ પ્રથમ પ્રયોગ : ઉદ્ધવ સરકારે સીનીયર સીટીઝનો માટે ખાસ સુવિધા શરૂ કરી છે. સીનીયર સીટીઝને પોતાના વાહનમાં જ દાદર (પેસ્ટ) ખાતે ખાસ સુવિધા ઉભી કરી છે ત્યાં જવાનું મોટરની નીચે પણ નહિં ઉતરવાનું બીએમસી દ્વારા વાહનમાં જ કોરોના વેકસીન આપવામાં આવે છે. રોજના ૫૦૦૦ વેકસીનેશનની સુવિધા છે. દેશભરમાં ડ્રાઈવ - ઈન વેકસીનેશન સેવા સંભવતઃ પ્રથમ વખત મહારાષ્ટ્રમાં શરૂ થઈ છે. access_time 12:49 pm IST