Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

લોકડાઉનથી ગામડાઓની તસ્વીર બદલીઃ પનીહારીઓ-પખાલી ફરી દેખાવા લાગ્યા

 લોકડાઉને મધ્યમવર્ગના લોકોની આર્થીક સ્થિતિ ડામાડોળ કરી નાખી છે. ગામડાઓમાં પૈસાની તંગી વચ્ચે લોકોની ખાવા પીવાની વ્યવસ્થા કરવી કપરી બની છે. ત્યારે ફરી પાણીના પખાલ અને પખાલીની સેવા ઉંટ દ્વારા મળતી થઇ છે. ર્ઉપરાંત મહિલાઓ પણ ફરી પનીહારીઓ બની ગામના પાણીના સ્ત્રોત સુધી માથે બેડા લઇને જતી નજરે પડવા લાગી છે. જયારે રણનું જહાજ એવા ઉંટ દ્વારા પશુઓ માટે ચારો પણ ઉંટ ગાડી દ્વારા લાવવામાં આવી રહયો છે. આમ કોરોના અને લોકડાઉનના કારણે ગ્રામ્ય જીવન ફરી ભુતકાળમાં સરી પડયું હોય તેવી તસ્વીરો જોવા મળી રહી છે.

(3:57 pm IST)