Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોના કઇ રીતે હારશે ?

દેશમાં ૬૦ ટકા શહેરી, ૮૯ ટકા ગ્રામ્ય ઘરમાં સીધી પાણીની નથી સુવિધા : ૬૦ ટકા પરિવાર જમ્યા પહેલા સાબુથી હાથ ધોવે છે

નવી દિલ્હી તા. ૪ : ચીનના વુહાન શહેરથી નીકળેલો કોરોના વાઈરસ ૫ મહિનાની અંદર દુનિયાના લગભગ તમામ દેશમાં પહોંચી ગયો છે. અત્યાર સુધી ૩૦ લાખથી વધારે લોકો આનાથી સંક્રમિત થયા છે અને લગભગ ૨.૫ લાખ લોકોના મોત થયા છે. કોરોનાની હજુ સુધી કોઈ અસરકાર સારવાર મળી નથી. જે પ્રકારે આને ફેલાવાથી રોકવા માટે લોકડાઉન જ એક માત્ર પ્રયોગ છે. એ જ પ્રકારે આનાથી બચવાનો એક માત્ર પ્રયોગ સાફ સફાઈ અને વારંવાર હાથ ધોવાનું છે.

WHOના જણાવ્યા પ્રમાણે, કોરોનાથી બચવા માટે એક દિવસમાં વારંવાર ઓછામાં ઓછા ૨૦ સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવા જોઈએ. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ પ્રકારની એડવાઈઝરી આવી ચુકી છે. પરંતુ આનાથી મોટો સવાલ એ છે કે જો હાથ ધોવા માટે પાણી નહીં હોય તો શું કરશું? મોંઢા પર હાથ રાખ્યા હોય અને છીંકયા બાદ, આંખ, નાક અથવા મોઢા પર હાથ લગાવ્યા બાદ જ હાથ ધોવા જોઈએ. આ ઉપરાંત કોઈ પણ અજાણ્યા વ્યકિતના સંપર્કમાં આવ્યા બાદ, શૌચ બાદ, કોઈ સપાટી પર હાથ લગાવ્યા બાદ અને જમ્યા પછી અને પહેલા પણ હાથ ધોવા જોઈએ.

ઙ્ગજો WHOના નક્કી કરેલા માપદંડ પર વારંવાર હાથ ધોવામાં આવે તો એક દિવસમાં ઓછામાં ઓછું એક વ્યકિત ૧૦ વાર હાથ ધોશે. એક વ્યકિતને ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવા માટે ઓછામાં ઓછા ૨૦ લિટર પાણીની જરૂર છે. એટલે કે દિવસભરમાં ૨૦ લિટર પાણી. આ પ્રકારે ૪ લોકોના એક પરિવારને દિવસમાં ૧૦ વાર હાથ ધોવા માટે ૮૦ લિટર પાણી જોઈએ. પરંતુ સત્ય તો એ છે કે ભારતમાં અડધાથી વધારે વસ્તી પાસે પાણીની કોઈ સુવિધા જ નથી.ઙ્ગ

નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ એટલે કે NSSOએ જૂલાઈથી ડિસેમ્બર ૨૦૧૮ વચ્ચે એક સર્વે કર્યો હતો. આ સર્વેને ગત વર્ષે જ જાહેર કરાયો છે. આ સર્વે પ્રમાણે, દેશના માત્ર ૨૧.૪% ઘરમાં જ પાઈપ દ્વારા સીધું પાણી આવે છે. એટલે કે ૭૯% ઘર એવા છે જયાં સીધું પાણી આવતું નથી. જેનો અર્થ એ થયો કે આ લોકોએ પાણી માટે ટ્યૂબવેલ, હેન્ડપમ્પ, કુવા, વોટર ટેન્કરના ભરોસે રહેવું પડે છે. દેશની ૨૦% વસ્તી શહેરમાં રહે છે. શહેરના ૪૦.૯% ઘરમાં જ પાઈપલાઈન દ્વારા પાણી આવે છે. એટલે કે ૫૯% પરિવાર એટલે કે બીજા સોર્સ પર નિર્ભર છે.ઙ્ગ

અત્યારે પણ ૮૦% વસ્તી ગ્રામીણ વિસ્તારમાં જ રહે છે. અહીંયાના માત્ર ૧૧.૩% ઘરમાં જ પાઈપલાઈન દ્વારા પાણી આવે છે. એટલે કે અહીંયાના ૮૯% પરિવાર પાણી માટે બીજા સોર્સ પર નિર્ભર છે.

એનએસએસઓના સર્વે પ્રમાણે, દેશના માત્ર ૩૫.૮% પરિવાર જ એવા છે, જયાં જમતા પહેલા હાથ ધોવા માટે સાબુ અથવા ડિટર્જેન્સનો ઉપયોગ કરાય છે. જયારે ૬૦.૪% પરિવાર એવા છે, જયાં જમતા પહેલા માત્ર પાણીથી જ હાથ ધોવામાં આવે છે.

(3:05 pm IST)