Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ભૂખ્યા-તરસ્યા મજૂરો પાસેથી રેલવે ભાડું વસૂલવું સરકારની કેવી નૈતિકતા ? : સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યો સવાલ

રેલવેએ ખર્ચ ઉઠાવાનો ઇન્કાર કરી દીધો તો પીએમ કેઅર્સ દ્વારા ચૂકવણી કેમ ના કરી? સ્

નવી દિલ્હી : પ્રવાસી મજૂરો પાસે રેલવે ભાડું વસૂલશે તેનો મામલો ગરમાયો છે  હવે ભાજપના નેતા અને રાજ્યસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ભૂખ્યા-તરસ્યા પ્રવાસી મજૂરોને લાવવા માટે રેલવે ભાડું વસૂલવું ભારત સરકારની કેવી નૈતિકતા છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને એર ઇન્ડિયા દ્વારા મફતમાં લાવવામાં આવ્યા હતા.

સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની ટ્વીટમાં કહ્યું કે જો રેલવેએ ખર્ચ ઉઠાવાનો ઇન્કાર કરી દીધો તો પીએમ કેઅર્સ દ્વારા ચૂકવણી કેમ ના કરી? સ્વામીની પહેલાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મામલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે એક બાજુ રેલવે મજૂરો પાસેથી ટિકિટનું ભાડું વસૂલાઇ રહ્યું છે અને બીજીબાજુ રેલવે મંત્રાલય 151 કરોડ રૂપિયાનું ફંડ આપી રહ્યું છે.

(12:30 pm IST)