Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સેંસેક્સમાં વેચવાલીના દબાણ વચ્ચે ૨૦૦૨ પોઇન્ટનો ઘટાડો

એનએસઈ નિફ્ટીમાં પણ ૫૬૬ પોઇન્ટનો ઘટાડો નોંધાયો : સેંસેગ્સ ૨૦૦૨ પોઇન્ટ ગગડીને ૩૧૭૧૫ની નીચી સપાટીએ : નિફ્ટીમાં સિપ્લામાં ૪ ટકાનો ઉછાળો : અમેરિકા-ચીન વચ્ચેના તણાવના કારણે દબાણ

મુંબઇ, તા. : સોમવારે ઘરેલુ શેર બજારોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. નબળા વૈશ્વિક અને ઘરેલું સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો ધરાશાયી થયા હતા. ઘણા હેવીવેઇટ્સ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ,૦૦૨ અંક એટલે કે .૯૪ ટકા તૂટી ૩૧,૭૧૫ ની સપાટીએ બંધ રહ્યો હતો. તે સમયે, નિફ્ટી ૫૦ સૂચકાંક ૫૬૬ અંક અથવા .૭૪ ટકા ઘટીને ,૨૯૪ પોઇન્ટ પર હતો. જોકે બીએસઈનું મિડકેપ ઈન્ડેક્સ સાડા ચાર ટકા અને સ્મોલલકેપ ઈન્ડેક્સ ત્રણ ટકા વધીને બંધ થયા છે. નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ પર, સિપ્લાના શેરમાં ટકાનો વધારો થયો છે અને ભારતી એરટેલનો શેર સાડા ત્રણ ટકા સુધી વધ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તનાવથી વિશ્વભરના બજારો પર દબાણ આવ્યું છે.

       બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધના મુદ્દે પહેલેથી તલવાર લટકતી જોવા મળી રહી છે. કોરોના રોગચાળાએ આગમાં બળતણ ઉમેર્યું છે. કાચા તેલની કિંમતોમાં થતી ચંચળતા બજાર માટે સારો સંકેત નથી. ઘરેલું મોરચે, ચોથા ક્વાર્ટરના પરિણામોએ રોકાણકારોને ઉત્સાહિત કર્યા નથી. ઘણી મોટી કંપનીઓના પરિણામોથી બજાર નિરાશ થઈ ગયું છે. લોકડાઉનના ત્રીજા તબક્કાની અસર અર્થવ્યવસ્થા પર થવાની છે. સમયગાળા દરમિયાન ઘણી રાહત મળી છે, પરંતુ દેશના મોટાભાગના મોટા શહેરો સંપૂર્ણ સ્થિર થઈ ગયા છે. સિવાય ફક્ત સન ફાર્માના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. જોકે, હિંડાલ્કો, આઈસીઆઈસીઆઈ બેંક અને વેદાંતના શેરમાં ૧૧ ટકાનો ઉછાળો આવ્યો.

      બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઈન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, એક્સિસ બેંક, મારૂતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ, યુપીએલ અને ટાઇટન કંપનીના શેરના મૂલ્યમાં પણ થી ૧૦ ટકાનો ઘટાડો થયો છે. સોમવારે માત્ર ફાર્મા ઇન્ડેક્સ લીલા નિશાન સાથે બંધ રહ્યો હતો. ખાનગી બેંકો અને ફાઇનાન્સ સર્વિસીસ ઈન્ડેક્સમાં . ટકાનો ઘટાડો થયો છે. મેટલ ઇન્ડેક્સમાં ટકા સુધીની નબળાઇ નોંધાઈ છે. ઓટો અને રિયલ્ટી ઇન્ડેક્સ - ટકા વધીને બંધ થયો છે. સોમવારના ટ્રેડિંગ સેશનમાં ૧૩ કંપનીઓના શેરોએ ૫૨-અઠવાડિયાની ઉચ્ચતમ હાંસલ કરી છે.

       તેનાથી વિપરિત, ૧૯ કંપનીઓના શેર તેમના ૫૨-અઠવાડિયાના નીચા સ્તરે ગયા. નિફ્ટી ૫૦ ઈન્ડેક્સમાં ત્રણ શેરો લીલા, જ્યારે ૪૭ શેરોમાં લાલ માર્ક સાથે કારોબાર સમાપ્ત થયા. સેન્સેક્સમાં માત્ર બે શેરોમાં સુધારો થયો છે, જ્યારે ૧૮ શેરો નિરાશ થયા છે. બીએસઈ પર ૫૬૯ શેર ઉછાળા સાથે બંધ રહ્યા હતા જ્યારે ૧૮૪૭ શેર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. તમામ વચ્ચે દુનિયાની રોકાણકાર કંપનીઓમાં રોકાણ કરનાર મોટી કંપનીઓમાં સામેલ સિલ્વર લેકે જીઓ પ્લેટફોર્મમાં ૫૬૫૫.૭૫ કરોડ રૂપિયાનું રોકાણ કરી .૧૫ ટકા ઇક્વિટી ખરીદવાની જાહેરાત કરી હતી.

        આજ પ્રકારે બીએસઇમાં ભારતી એરટેલ અને સનફાર્મામાં ઉછાળો રહ્યો હતો. ભારતની હેવીવેઇટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. કંપનીએ ગત ગુરુવારે ગત નાણાંકીય વર્ષની ચોથા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા.

(7:53 pm IST)