Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ઉતરકોરીયાના તાના શાહ પુનઃ જાહેરમાં જોવા મળતા ફરી નોર્થ-દક્ષિણ કોરીયામાં તનાવ વધવાના સંજોગો

ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉનનાં સામે આવ્યા બાદ દક્ષિણ કોરિયાની સરહદ પર ગોળીબાર શરૂ થઇ ગયો છે. આપને જણાવી દઈએ કે, કિમનાં સ્વાસ્થ્ય અંગેની તમામ અટકળો વચ્ચે શનિવારે તેની તબીયત સુધરેલી હોવાની માહિતી સાથેની તસવીરો સામે આવી હતી.

દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે, તેમની અને ઉત્તર કોરિયાનાં સૈનિકો વચ્ચે સરહદ પર તણાવ ઉભો થતા ફાયરિંગ થઈ રહ્યું છે. સંયુક્ત ચીફ ઓફ સ્ટાફે સિયોલમાં જણાવ્યું હતું કે રવિવારે ઉત્તર કોરિયા સૈનિકોએ દક્ષિણ કોરિયાની બોર્ડર ગાર્ડ ચોકી પર ગોળીબાર કર્યો હતો. સૈન્યએ એક નિવેદનમાં કહ્યું છે કે, દક્ષિણ કોરિયાએ તેનો જવાબ આપવા ચેતવણીરૂપે બે રાઉન્ડ ફાયર કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગોળીબારીમાં દક્ષિણ કોરિયામાં કોઈ જાનહાની થઈ નથી.

ઉત્તર કોરિયાનાં શાસક, કિમ જોંગ, 20 દિવસ પછી શનિવારે જાહેરમાં દેખાયા હતા, તેમણે તેમના આરોગ્ય સંબંધિત તમામ અટકળોનો અંત લાવી દીધો હતો. તેના એક દિવસ બાદ રવિવારે સરહદ પર ફાયરિંગની ઘટના બની હતી. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કેસીએનએ) એ શનિવારે અહેવાલ આપ્યો છે કે કિમે અહીં રિબન કાપવાના સમારોહમાં હાજરી આપી હતી.

સેંચોન ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર ફેક્ટરીનો આ સમારોહ વિશ્વ મજૂર દિવસ, મે દિવસ નિમિત્તે ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી શિન્હુઆએ કેસીએનએ ને ટાંકીને જણાવ્યું છે કે સુપ્રીમ લીડર કિમ ખાતર ઉદ્યોગનાં વિકાસમાં રોકાયેલા છે. તેમના જાહેરમાં આવ્યા બાદ ત્યાંના લોકો ખૂબ ખુશ દેખાયા હતા.' આ પ્રસંગે તાનાશાહ તેની બહેન કિમ યો જોંગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે હાજર હતો.

(8:43 am IST)