Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ધારાસભ્ય શિવચરણ ગોયલને થપ્પડ મારવા આવેલ :ભૂલથી કેજરીવાલને થપ્પડ લાગી ગઈ :સુરેશના પત્નીએ કર્યો ખુલાસો

ચૂંટણી પ્રચાર વેળાએ સુરેશના ઘરે ગયેલ શિવચરણ ગોયલે વડાપ્રધાનની બુરાઈ કરતા સુરેશ નારાજ હતો

નવી દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે મોતીનગર વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર બૃજેશ ગોયલના  સમર્થનમાં અરવિંદ કેજરીવાલ રોડ શો કરી રહ્યાં હતા ત્યારે કે એક શખ્સે થપ્પડ મારી હતી  થપ્પડ મારનારા શખ્સની બાદમાં પોલીસે ધરપકડ પણ કરી અને આકરી પૂછપરછ કરી હતી.જેમાં તેણે જણાવ્યું કે તેનું નામ સુરેશ છે અને તે કેજરીવાલને નહીં પરંતુ આપના ધારાસભ્ય શિવચરણ ગોયલને થપ્પડ મારવા આવ્યો હતો પરંતુ ભુલથી કેજલીવાલને થપ્પડ લાગી ગઇ.હતી

  કેજરીવાલને થપ્પડ મારનારા સુરેશની પત્ની મમતાનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બુરાઇ કરવાથી સુરેશ નારાજ હતો. કારણે તેણે કેજરીવાલને થપ્પડ મારી છે. મમતાએ જણાવ્યું કે તેનો પતિ સુરેશને પીએમ મોદીની બુરાઇ જરાઇ પસંદ હતી. થોડા દિવસ પહેલા આપના ધારાસભ્ય શિવચરણ ગોયલ ચૂંટણી પ્રચાર માટે સુરેશના ઘરે ગયા હતા. જ્યાં શિવચરણે મોદી વિશે ખરાબ ખરાબ વાતો કરી હતી આથી તે નારાજ હતો.

 

(11:03 pm IST)