Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

જનપ્રતિનિધિ પર હુંમલો એ લોકતંત્ર ઉપર હુમલો સમાન ; કેજરીવાલ પર હુમલો શરમજનક ગણાવતા અલકા લાંબા

નવી દિલ્હી ;દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પ્રચારના રોડ શો દરમિયાયન એક શખ્શે ગાડી ઉપર ચડીને કેજરીવાલને થપ્પડ મારી હતી

    આ ઘટના પર આમ આદમી પાર્ટીની ધારાસભ્ય અલકા લાંબાએ કહ્યું હતું કે આ શરમજનક, દૂર્ભાગ્યપૂર્ણ ઘટના છે. હું સખત શબ્દોમાં તેની ટિકા કરું છું, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિ ઉપર આવો હુમલો લોકતંત્ર ઉપર હુમલો છે. દરેક વખતે સુરક્ષા સાથે સમજુતી કેમ કરવામાં આવી રહી છે? પોતાની વાત રાખવાની ઘણા પ્રકાર છે, હિંસા ક્યારેય પણ કરવી જોઈએ નહીં.

(8:05 pm IST)