Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

સરહદ ઉપર પાકિસ્તાન ગાંડુ બન્યું : બેફામ તોપમારો ભારતીય જવાનો દ્વારા મૂંહતોડ જવાબ

શ્રીનગર તા. ૪ : સરહદે પાકિસ્તાની સૈન્ય અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ બન્યા હતા. ભારતીય સુરક્ષાતંત્રએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ઘ ઓપરેશન ચલાવીને બુરહાન વાનીના સાગરિત સહિત ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.

દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લામાં ઈન્ટરનેટની સેવા બંધ કરવામાં આવી હતી. બીજી તરફ સરહદે પાકિસ્તાનનું નાપાક સૈન્ય બેફામ બન્યું હતું. પૂંચ સેન્ટરના કિર્ણીમાં પાકિસ્તાન સૈન્યએ બેફામ તોપમારો કર્યો હતો. સતત ત્રણ દિવસથી પાકિસ્તાન શ સ્ત્ર વિરામ ભંગ કરીને બેફામ તોપ અને મોર્રાટ મારો કરે છે. તેના કારણે સરહદી વિસ્તારની શાળાઓ બંધ રાખવામાં આવી હતી. શ્રીનગર અને બનિહાલ વચ્ચેની જે ટ્રેનો દક્ષિણ કાશ્મીર થઈને નીકળે છે, તેને હાલ પૂરતી બંધ કરવામાં આવી હતી. અનંગનાગ લોકસભાની બેઠક માટે મતદાન આગામી દિવસોમાં થવાનું હોવાથી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ એ વિસ્તારમાં અશાંતિ ફેલાવવા માટે સંઘર્ષ વધતો જાય છે.

(3:23 pm IST)