Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

જ્યોતિરાદિત્ય સિંધિયા રૂ. ૩૭૪ કરોડની સંપત્તિ સાથે સૌથી શ્રીમંત ઉમેદવાર

૧૨મીએ ૭ રાજ્યોમાં ૫૯ બેઠક પર છઠ્ઠા ચરણનું મતદાનઃ ૧૮૯ ક્રિમિનલ કેસ ધરાવતા ઉમેદવારો, ગૌતમ ગંભીર ૩૪ કરોડ સાથે સૌથી દેવાદાર

નવી દિલ્હી તા. ૪ : લોકસભાના છઠ્ઠા ચરણનું મતદાન ૧૨મી મેનાં રોજ યોજવામાં આવનાર છે જેમાં ૭ રાજયોની ૫૯ સીટ માટે ૯૭૯ ઉમેદવારો મેદાનમાં છે. આમાંથી ૧૮૯ એટલે કે ૨૦ ટકા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ કરવામાં આવેલા છે. ૧૪૬ એટલે કે ૧૫ ટકા ઉમેદવારો સામે ગંભીર કેસ કરાયા છે.

 

આ તબક્કામાં ૩૧૧ એટલે કે ૩૨ ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમાં મધ્યપ્રદેશની ગુના લોકસભા સીટનાં કોંગ્રેસનાં ઉમેદવાર જયોતિરાદિત્ય સિંધિયા પાસે સૌથી વધુ રૂ. ૩૭૪ કરોડની સંપત્તિ છે.

 

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નાં રિપોર્ટમાં આ બાબતો ધ્યાનમાં આવી છે. એડીઆર દ્વારા ૯૭૯માંથી ૯૬૭ ઉમેદવારોની એફિડેવિટનો અભ્યાસ કરાયો હતો. કુલ ઉમેદવારમાંથી ૨૧ એવા છે કે જેમની સામે મહિલાઓ પર અત્યાચારને લગતા કેસ કરાયા છે. જયારે ૨૧માંથી બે સામે બળાત્કારનાં કેસ કરાયા છે.(૨૧.૫)

કયા પક્ષનાં કેટલા દાગી ઉમેદવાર ?

પાર્ટી

કુલ ઉમેદવાર

કેટલા દાગી

કેટલા સામે  ગંભીર ગુના

ભાજપ

૫૪

૨૬

૧૮

કોંગ્રેસ

૪૬

૨૦

૧૨

બસપા

૪૯

૧૯

૧૭

શિવસેના

૧૬

અપક્ષ

૩૦૭

૩૪

૨૭

સૌથી વધુ દેવું ધરાવતા ત્રણ ઉમેદવાર

ઉમેદવાર

પાર્ટી

સીટ

દેવું

ગૌતમ ગંભીર

ભાજપ

પૂર્વ દિલ્હી

૩૪ કરોડ

સુરેન્દ્રકુમાર છિકારા

INL

સોનીપત

૧૬ કરોડ

શ્રુતિ ચૌધરી

કોંગ્રેસ

ભિવાની

૧૫ કરોડ

(11:45 am IST)