Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

શેર બજારમાં બ્લેક ફ્રાઇડે : ૧૭૦ ડાઉન

અમેરિકા-ચીન વચ્ચે ફરી ટ્રેડ વોરનું ભૂત જાગ્યું : ઇન્ડેક્ષ ૩પ હજાર તોડી ૩૪૯૩રઃ નીફટી પ૦ તૂટી : ૧૦૬૩૦

રાજકોટ,તા. ૪: શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં મંદી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૭૦ પોઇન્ટ ઘટીને ૩૪૯૩૨ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૦ પોઇન્ટ ઘટીને ૧૦૬૩૦ની નીચી સપાટી પર રહ્યો હતો. શરૂઆતી કારોબારમાં મંદીના કારણે નિરાશા ફેલાઇ ગઇ હતી. કારોબારીઓ હાલમાં દિશાહીન થયેલા છે. શેરબજારમાં ગઇકાલે ગુરૂવારના દિવસે પણ કડાકો બોલી ગયો હતો.  બુધવારના દિવસે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરને સ્થિર રાખવામાં આવ્યા હતા. આગેવાન બ્રોકરોના ઉમેર્યા પ્રમાણે અમેરિકા-ચીન વચ્ચે ફરી ટ્રેડ વોર થવાની સંભાવનાએ આજે સેલીંગ પ્રેશર જોવા મળ્યું હતું, કાલે શુક્રવાર હોવાનું અને તમામ પ્રકારના શેરો તૂટયા હોવાનું આગેવાન બ્રોકરએ ઉમેર્યુ હતું., ઉપલા લેવલથી ભારે સેલીંગ પ્રેસર હતું.

(3:53 pm IST)