Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

અફ્રિદીના આતંકી પ્રત્યે પ્રેમનું રહસ્ય ખુલ્યું :તેનો પિતરાઈ શાકિબ હતો આતંકવાદી :2003માં સેનાએ ઠાર કર્યો હતો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહીદ અફરીદીએ કાશ્મીર મુદ્દા પર વિવાદિત નિવેદન આપ્યું હતું કશ્મીરના નાગરિકો પર સૈન્ય દ્વારા જમાત અને માનવ અધિકારોનું ઉલ્લંઘનની પણ વાત કરી હતી.હવે આ બાબતનો પણ ખુલાસો થયો છે કે,  ભારતીય લશ્કર  દ્વારા જે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમાં શાહીદ આફરીદીના પિતરાઈનો પણ સમાવેશ થાય છે.

2003 માં લશ્કર દ્વારા એક મૂઠભેડમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. આ આતંકવાદીનું નામ શાકિબ હતું. માહિતીના આધારે શાકિબ  પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફ્રીદીના ભાઈ હતો.  સીમા સુરક્ષા દળના બહાદુર જ્વાનોએ કશ્મીરના અનંતનાગ જિલ્લામાં આ આતંકવાદીને ઠાર માર્યો હતો. મૂઠભેડ બાદ  ખબર પડી હતી કે, કે શાકીબ પેશાવરમાં રહેતો હતો. અને 2 વર્ષથી આંતકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલ હતો. શાકિબ આંતકવાદી સંગઠન હરકર -ઉલ-અંસાર સંગઠનનો સભ્ય હતો.

ગત રવિવારે શોપિયા અને અનંતનાગ જિલામાં સૈન્ય દ્વારા 13 આંતકવાદીઓને ઠાર કર્યા હતા. રવિવારે આ કાર્યવાહીમાં 20 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં સેનાના 3 જવાન અને 4 નાગરિકોનો સમાવેશ થાય છે, સેનાની આ કાર્યવાહી બાદ શાહિદ આફરીદીને ટ્વીટ કર્યું હતું.

(10:43 pm IST)