Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ભારતીયો શિસ્તબદ્ધ જયારે પાકિસ્તાની હિંસા,અપરાધ અને સ્મગલિંગમાં સંડોવાયેલી કોમ્યુનિટી:દુબઇ પોલીસનું ટ્વીટ

દુબઈના સિનિયર પોલીસ અધિકારીએ ભારતીયોના વખાણ કર્યા :પાકિસ્તાનીની ઝાટકણી કાઢી

 

દુબઈના એક સિનિયર પોલીસ અધિકારીએ ટ્વીટ કરીને ભારતીયોને શિસ્તબદ્ધ ગણાવ્યા છે જયારે પાકિસ્તાનીઓને હિંસા,અપરાધ અને સ્મગલિંગમાં સંડોવાયેલી કોમ્યુનિટી ગણાવી છે યુએઈ વાયરલ ડોટ કૉમના રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું કે, પહેલાના લોકો ખૂબ શિસ્તબદ્ધ હતા જ્યારે અત્યારે કોમ્યુનિટીના તોફાન, અપરાધ અને સ્મગલિંગ સાથે જોડાયેલા છે.

   દુબઈમાં લેફ્ટનન્ટ જનરલ અને જનરલ સિક્યોરિટીના હેડ તરીકે ફરજ બજાવતા ધાહિ ખાલ્ફાને ટ્વીટ્સ દુબઈ ઑથોરિટીઝે પાકિસ્તાનીઓની એક ગેન્ગને ડ્રગ્સની સ્મગલિંગમાં પકડ્યા બાદ પોસ્ટ કરી. પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે, ધાહિ ખાલ્ફાન વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. જોકે, આના કારણે ટ્વીટર પર તેમના ફોલોઅર્સની સંખ્યા 2.66 મિલિયન થઈ ગઈ છે.

  ખાલ્ફાને અરેસ્ટ કરાયેલા પાકિસ્તાનીઓની તસવીર પોસ્ટ કરતા લખ્યું કે, (અનુવાદ, UAEviral.com અનુસાર ), ‘પાકિસ્તાનીઓ આપણા દેશોમાં ડ્રગ્સ લાવીને ગલ્ફ સોસાયટીમાં ખતરનાક ભય પેદા કરી રહ્યાં છે. આપણે તેમના પ્રવેશ પરની પ્રક્રિયાના કાયદા સખત કરવા જોઈએ.’

   બાદમાં ખાલ્ફાને આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે, આખરે ઈન્ડિયન્સ શિસ્તબદ્ધ છે પણ પાકિસ્તાનીઓ કેમ નહીં. ‘હિંસા, અપરાધ અને સ્મગલિંગમાં પાકિસ્તાની કોમ્યુનિટી કોમ્યુનિટી સંડોવાયેલી છે જ્યારે ભારતીયો બાબતો ખૂબ શિસ્તબદ્ધ છે.’

   ખાલ્ફાને ત્યાં સુધી કહી દીધું કે, દુબઈમાં કોઈએ પાકિસ્તાનીઓને નોકરી રાખવા નહીં. તેમણે ટ્વીટ કર્યું કે, ‘હું દેશના નાગરિકોને કહેવા માગું છું કે, પાકિસ્તાનીઓને કામે રાખે, પાકિસ્તાનીઓને રોકવા હવે નેશનલ ડ્યુટી બની ગઈ છે.’ તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનીઓ ગલ્ફની સોસાયટીઝ માટે ભયજનક વાતાવરણ પેદા કરી રહ્યાં છે.

(10:34 pm IST)