Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

દલિતોની જિંદગી બદલવાની અમારી કોશિશ :બાબા સાહેબના સપનાને અમે સાકાર કરીશું : અમિતભાઇ શાહ

કોંગ્રસે આંબેડકરને બે વાર હરાવ્યા :ભારત રત્ન આપવાની ના પાડી

 

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે કહ્યું કે અમે દલિતોની જીંદગી બદલવાની કોશિશ કરી રહ્યાં છીએ. અમે બાબા સાહેબનાં સપનાને સાકાર કરીશું. અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે પાર્ટી DNAનો મજાક ઉડાવી રહી છે. શાહે SC-ST એક્ટ પર નિવેદન આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દલિત સાંસદો સાથે મુલાકાત કરી હતી. ભાજપ દલિતો સાથે ખભેથી ખભો મિલાવીને ચાલશે.

  બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી કે જેને આંબેડકરને બે વાર હરાવ્યા અને એમનાં ફોટાને સેન્ટ્રલ હાલતમાં નહીં રાખવા દીધાં. અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસે બાબા સાહેબને ભારત રત્ન આપવાની પણ ના કહીં દીધી હતી. હાલમાં વિશેષ રીતે સંપૂર્ણ ભારત કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને દેખી રહ્યું છે.

   ભારત બંધનાં સમર્થનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારનાં રોજ ટ્વિટ કરીને સમર્થકોને સલામ કરવાની પણ વાત કરી હતી. રાહુલે એવું લખ્યું હતું કે દલિતોને ભારતીય સમાજનાં સૌથી નીચલા સ્તર પર રાખવાનું કામ આરએસએસ ભાજપનાં DNAમાં છે. જે વિચાર આને ચેલેન્જ આપે છે તેને તેઓ હિંસાથી દબાવે છે. હજારો દલિત ભાઇ-બહેનોએ રસ્તા પર ઉતરીને મોદી સરકાર પાસે પોતાનાં અધિકારોની રક્ષાની માંગ કરી રહ્યાં છે. અમે તેને સલામ કરીએ છીએ.

(12:00 am IST)