Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસરશ્રી અંતર જુટલાને ‘‘અર્લી કેરિયર ડેવલપમેન્‍ટ એવોર્ડ'' : વાતાવરણમાં થતા ફેરફારોને કારણે પાણીમાં પેદા થતા બેકટેરીઆથી ફેલાતા વાયરસને કારણે થતા રોગો અંગે સંશોધન કરશે

વર્જીનીયા : યુ.એસ.ની વેસ્‍ટ વર્જીનીઆ યુનિવર્સિટીમાં સિવિલ એન્‍ડ એન્‍વાયમેન્‍ટલ એન્‍જીનીયરીંગ ડીપાર્ટમેન્‍ટના આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન શ્રી અંતર જુટલાને નેશનલ સાયન્‍સ ફાઉન્‍ડશનએ અર્લી  કેરિયર ડેવલપમેન્‍ટ એવોર્ડ આપી સન્‍માનિત કર્યા છે.

શ્રી જુટલા વાતાવરણમાં થતા ફેરફારોનેકારણે પાણીમાં પેદા થતા જીવાણુઓના વાઇરસ  કઇ રીતે મનુષ્‍યના જીવન ઉપર અસર કરે છે તે અંગે સંશોધન કરી રહ્યા છે જે માટે અડધા મિલીયન ડોલરની રકમ સાથે પાંચ વર્ષમાં તેઓ સંશોધન આગળ વધારશે તથા આ કારણે થતા રોગોનું નિવારણ અને ઇલાજ શોધશે.

શ્રી જેટલાએ પંજાબ એગ્રિકલ્‍ચર યુનિવર્સિટીમાંથી સોઇલ એન્‍ડ વોટર એન્‍જીનીયરીંગ સાથે માસ્‍ટર ડીગ્રી મેળવેલી છે તથા ટફટસ યુનિવર્સિટીમાંથી તેમણે સિવિલ એન્‍ડ એન્‍વાયરમેન્‍ટ એન્‍જીયનીયરીંગ વિષય સાથે ડોકટરેટ કર્યુ છે.

(10:53 pm IST)