Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

યુ.એસ.માં ર૪૦૦૦ વિદ્યાર્થીઓની મેમ્‍બરશીપ ધરાવતું અમેરિકન સ્‍ટુડન્‍ટ ડેન્‍ટલ એશોશિએશન : યુનિવર્સિટી ઓફ પેન્‍સિલ્‍વેનિયામાંથી એશોશિએશન પ્રેસિડન્‍ટ તરીકે ચૂંટાઇ આવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સ્‍ટુડન્‍ટ સુશ્રી રૂપાલી કુલકર્ણી

પેન્‍સિલ્‍વેનિયા :  અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્‍સિલ્‍વેનિઆમાં અમેરિકન સ્‍ટુડન્‍ટ ડેન્‍ટલ એશોસિએશન ના પ્રેસિડન્‍ટ તરીકે ઇન્‍ડિયન અમેરિકન મહિલા સ્‍ટુડન્‍ટ સુશ્રી રૂપાણી કુલકર્ણી ચૂંટાઇ આવ્‍યા છે.

યુનિવર્સિટીની સ્‍કુલ ઓફ ડેન્‍ટલ મેડીસિનમાં ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરતા આ મહિલા ર૦૧૮-૧૯ના વર્ષે માટે એશોશિએશનના પ્રેસિડન્‍ટ તરીકે કામગીરી સંભાળશે.

રાષ્‍ટ્રિય કક્ષાએ ચાલતા આ અમેરિકન સ્‍ટુડન્‍ટ ડેન્‍ટલ એશોસિએશનમાં કુલ ર૪ હજાર મેમ્‍બર્સ છે. જેના દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા  આપવામાં આવે છે. જેમાં સુશ્રી કુલકર્ણીએ ત્રીજા ડીસ્‍ટ્રીકટમાંથી ટ્રસ્‍ટી તરીકે ગયા વર્ષે કામગીરી બજાવી હતી. તેઓ વિદ્યાર્થીઓ વચ્‍ચેના પરસ્‍પર સંબંધો દૃઢ બનાવવાના હિમાવતી છે. તથા સંગઠનની શકિત દ્વારા તમામ સ્‍ટુડન્‍ટસને મળવાપાત્ર હકકો અપાવવા આતુર છે.

(10:51 pm IST)