Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

જ્યારે પણ કોઇ મતભેદ થાય છે ત્‍યારે રાજનૈતિક ગીધ તરત જ રાજનીતિનો ફાયદો લેવા આવી જાય છેઃ રાહુલ ગાંધી સામે ભાજપના આકરા પ્રહારો

નવી દિલ્‍હીઃ દલિત સમાજ દ્વારા ગઇકાલે ભારત બંધનું અેલાન અપાયા બાદ કોંગ્રેસ દ્વારા તેમને સમર્થન આપવામાં આવતા ભાજપે રાહુલ ગાંધીને તકનો ફાયદો ઉઠાવનાર રાજનૈતિક ગીધ ગણાવ્યા હતાં.

સુપ્રીમ કોર્ટના એસસી એસટી એક્ટમાં બદલાવના નિર્ણય પછી સોમવારે દલિતોના પ્રદર્શને આખા દેશને હલાવી દીધો. એક તરફ જ્યાં કોંગ્રેસ બીજેપીને આ આખા મામલામાં જવાબદાર ગણાવી રહી છે ત્યારે બીજેપીએ પણ કોંગ્રેસ પર પલટવાર કર્યો છે. બીજેપીએ કોંગ્રેસના આરોપોનો જવાબ આપતાં કહ્યું કે રાહુલ ગાંધી તકનો ફાયદો ઉઠાવનારા 'રાજનૈતિક ગીધ' ગણાવ્યાં છે. આ ઉપરાંત સરકારે દલિતોના ઉત્થાનમાં કરાયેલા પ્રયાસો પર પણ જોર આપ્યું છે.

રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપી પર નિશાનો સાધતા કહ્યું કે દલિતોને ભારતીય સમાજના સૌથી નીચા સ્તર પર મુકવા આરએસએસ અને બીજેપીના ડીએનએમાં છે. આની સાથે દલિતોના સમૂહ અને વિપક્ષની કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર દલિતોના હિત સામે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

જેનો જવાબ આપતાં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે રાહુલ ગાંધીને પીએમ મોદી સાથે અન્ય લોકોના ડીએનએ પર હુમલો કરવાના આરોપી ગણાવ્યાં છે. તેમણે કહ્યું કે મોદી નીચા વર્ગથી આવે છે અને કોંગ્રેસ નેતાને આ વાત પચતી નથી. તેમણે કહ્યું, ડીએનએ અંગે બોલવું, રાષ્ટ્રને યાદ કરાવવું જરૂરી છે કે રાહુલ ગાંધીનું ડીએનએ શું છે? બાબા સાહેબનું વારંવાર અપમાન કરવું. એક નહીં, બાબાસાહેબની હાર બે વાર સુનિસ્ચિત કરવામાં આવી. બાબા સાહેબને ભારત રત્ન આપવામાં ન આવ્યો. સંસદમાં પણ બાબાસાહેબની તસવીર ન રાખવામાં આવી.

બીજેપીના મહાસચિવ ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, 'જ્યારે પણ કોઇ મતભેદ થાય છે અમારા રાજનૈતિક ગીધ તરત જ રાજનીતિનો ફાયદો લેવા આવી જાય છે. અમે રાહુલ ગાંધી પાસેથી આનાથી વધારે સારાની આશા નથી રાખી શકતાં. તેમણે અને તેમની પાર્ટીએ તુચ્છ રાજનૈતિક ફાયદા ઉઠાવવા માટે તેમનું શોષણ કર્યું,'

(12:00 am IST)