Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રામ રાખે તેને કોણ ચાખે : 12 માળેથી બાળકી પડી અને નીચે ઉભેલા ડિલેવરી બોયે બચાવી લીધી: વિડીયો વાયરલ

બે વર્ષની બાળકી ગેલેરીમાં લટકી રહી હતી અને અચાનક તે નીચે પડે છે

દેશમાં તો રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટનાઓ વિશે સાંભળ્યું છે પરંતુ વિયેતનામમાં પણ આવી જ ઘટના બની છે

વિયેતનામના હનોઈમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 12 વર્ષીય છોકરી 12 મા માળની ગેલેરીમાંથી નીચે પડી હતી. જો કે,કોઈ ડિલિવરી બોયની કોઠાસૂઝને કારણે તેનો જીવ જતા બચી ગયો હતો.

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, 31 વર્ષીય ડિલિવરી બોય ન્ગુયેન નાગોસે એક બાળકીને બચાવી રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે બે વર્ષની બાળકી ગેલેરીમાં લટકી રહી છે અને અચાનક તે નીચે પડે છે

આ ઘટના અંગેની માહિતી આપતાં ન્ગુયેન નાગોસે જણાવ્યું કે જ્યારે તે એક પાર્સલ પહોંચાડવા માટે ગ્રાહકની રાહ જોઇ રહ્યો હતો ત્યારે તેણે જોયું તો એક બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો હતો. જે 12મા માળે લટકી રહી હતી. 

યુવકે વધુમાં જણાવ્યું કે, અચાનક તે નીચે પડે છે અને તે સમયે આ ડિલેવરી બોય પોતાની આગવી કોઠાસૂઝને કારણે બાળકીને જમીન પર પટકાતા અટકાવી દે છે અને તેને બચાવી લે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

(10:06 pm IST)
  • બંગાળની બેટીએ સ્વીકાર્યો પડકાર , હવે ભાજપનો વારો: તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મમતા સરકારમાં પંચાયત રાજ પ્રધાન સુબ્રતો મુખરજીએ કહ્યું પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, ટીએમસી નેતા મમતા બેનર્જીએ ભાજપના પડકારને સ્વીકારી 11 માર્ચે નંદીગ્રામથી ચૂંટણી લડશે હવે ભાજપનો વારો છે. બરાબર જ્યારે તે મેદાનમાં આવે : મંત્રીએ કહ્યં કે બંગાળમાં ખોટા ખબરો અને ખોટા તથ્યોની રાજનીતિ નહીં ચાલે access_time 12:22 am IST

  • ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે આજે કોરોના વેક્‍સીન લીધી access_time 4:42 pm IST

  • આંતરરાષ્ટીય મહિલા દિવસ પર રિલીઝ થશે ડોક્યુમેન્ટરી ફિલ્મ ' વુમેન ઓફ ઓનર " : નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર રાત્રે 9 વાગ્યે 'વિમેન ઓફ ઓનર - ડેસ્ટિનેશન આર્મી' ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રસારણ કરાશે : ફિલ્મ હોટસ્ટાર અને ડિઝની પર પણ જોવા મળશે :આ ફિલ્મ દિલ્હી કેન્ટના એનસીસી ઓડિટોરિયમમાં પ્રેસ અને સેનાના અધિકારીઓની સામે રજૂ કરાઈ હતી જેને ખુબ પસંદ કરવામાં આવી હતી access_time 12:20 am IST