Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ઓરિસ્સા બીજેડીને મોટો ઝટકો :પૂર્વ સાંસદ બૈજયંત પાંડા ભાજપમાં જોડાયા

કેન્દ્રીયમંત્રીની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો ;પાર્ટી પ્રમુખ અમિતભાઇ શાહ સાથે મુલાકાત કરી

નવી દિલ્હી :ઓરિસ્સામાં સત્તાધારી પક્ષ બીજુ જનતા દળ (BJD) મોટો ઝટકો લાગ્યો છે બીજેડીનાં પૂર્વ સાંસદ બૈજ્યંત પાંડા આજે ભાજપમાં સામેલ થયા છે. કેન્દ્રિય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં બૈજ્યંત પાંડાએ ભાજપનું સભ્યપદ મેળવ્યું છે. ભાજપ પ્રવેશ બાદ બૈજયંત પાડાએ ભાજપ અધ્યક્ષ અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરી હતી.

    પાંડા, ઓરિસ્સાની કેન્દ્રપાડા લોકસભા બેઠક પરથી સાંસદ રહિ ચુક્યા છે. પહેલા તેઓ 2000થી 2009 સુધી રાજ્યસભાનાં સાંસદ રહિ ચુક્યા છે. ઓરિસ્સામાં પાંડા બીજેડીનાં કદાવર નેતા તરીકેની છાપ ધરાવે છે. સાંસદ પદે હતાં ત્યારે પાંડા અનેક ખાનગી બિલ લોકસભામાં લાવ્યા હતાં

  જોકે  પાર્ટી વિરોધી પ્રવૃતિ બદલ પાંડાને ગત 24 જાન્યુઆરી-2018નાં રોજ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતાં. ત્યારબાદ મે-2018માં પાંડાએ બીજેડીમાંથી વિદાય લિધી હતી.

(10:34 pm IST)