Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની દાવેદારી પ્રત્યે ફ્રાન્સએ સમર્થન દોહરાવ્યું : કહ્યું UNSCનો વિસ્તાર થવો જોઇએ.

નવી દિલ્હી :ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની દાવેદારી પ્રત્યે સમર્થન દોહરાવ્યું છે. અને કહ્યું છ કે UNSCનો વિસ્તાર થવો જોઇએ. ફ્રાન્સે કહ્યું કે સુરક્ષા પરિષદનો વિસ્તાર તેના સુધારણાની દિશામાં પહેલું મહત્વપૂર્ણ ભાગ છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સે માર્ચ મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ પદ સંભાળ્યું છે. ભારત લાંબા સમયથી બ્રાઝીલ, જર્મની અને જાપાનની સાથે મળીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની માગણી કરી રહ્યું છે

સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાન્સના સ્થાયી પ્રતિનિધિ ફ્રાન્સવા ડેલ્ટ્રેએ કહ્યું કે તેઓ ભારત, બ્રાઝીલ, જર્મની અને જાપાન  તથા આફ્રિકાના ન્યાયસંગત પ્રતિનિધિત્વની સાથે બિન-સ્થાયી અને સ્થાયી બંને શ્રેણીમાં સુરક્ષા પરિષદનો વિસ્તાર ઇચ્છીએ છીએ. જે તેનો પ્રથમ મહત્વપૂર્ણ ભાગ છે.

   ડેલ્ટ્રેએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના સુધારણાની ચાવી 15 સભ્યોની પરિષદના વિસ્તાર, સહભાગીતા અને નાગરીક સમાજ માટે મુક્તપણા જેવા ત્રણ ક્ષેત્રોના માધ્યમથી ખુલે છે. જર્મની એપ્રિલમાં યુએનએસસીની અધ્યક્ષતા સંભાળશે.

(10:28 pm IST)