Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ટાટા સ્‍કાયએ ડીટીએચ સર્વિસમાં નવો પ્‍લાન લોન્‍ચ કર્યોઃ ગ્રાહકોને રાહત આપ્‍યાનો કંપનીનો દાવો

નવી દિલ્હી: ડીટીએચ સર્વિસ આપનાર અગ્રણી કંપની ટાટા સ્કાઇ પોતાના ગ્રાહકો માટે ખાસ પ્લાન લઇને આવી છે. કંપનીએ પોતાના ગ્રાહકો માટે એકથી વધુ ટીવી કનેક્શન એટલે કે મલ્ટી ટીવી કનેક્શન માટે પ્લાન લોન્ચ કર્યો છે. ટેલિકોમ નિયામક ટ્રાઇએ તાજેતરમાં લાગૂ નવા નિયમ અનુસાર, જો કોઇ ગ્રાહક મલ્ટી ટીવી કનેક્શન લે છે તો તેને નેટવર્ક કેપેસિટી ફી એટલે કે એનસીએફ ચૂકવી નહી પડે. જોકે આ નિયમ અનુસાર ગ્રાહકને કંટેટ એટલે કે ચેનલના ચાર્જમાં કોઇ રાહત આપવામાં નહી આવે.

પ્લાન માટે ચૂકવવો પડશે આટલો ચાર્જ

ટાટા સ્કાઇ અલગ-અલગ ગ્રાહકો માટે અલગ ચાર્જ લેશે. તેમાં તમે જો પહેલાં કનેક્શનમાં 100 રૂપિયા પ્રતિમાહનો પ્લાન આપ્યો છે તો બીજા કનેક્શન માટે 150 રૂપિયા પ્રતિમાહ આપવો પડશે. આ પ્રકારે જો તમારે કનેક્શન 101 થી 200 રૂપિયાનો છે તો બીજા કનેક્શન માટે તમારે 200 રૂપિયા ચૂકવવા પડશે.

તેમાં મળશે રાહત

જો તમારા પ્રાઇમરી કનેક્શન 201 થી 300 રૂપિયા છે તો તમારે બીજા કનેકશન પર 250 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્રકારે 301 થી 400 રૂપિયા પ્રાઇમરી કનેક્શનની સ્થિતિમાં બીજા કનેક્શન માટે 300 રૂપિયા, અને 401 રૂપિયાથી 500 રૂપિયાના પ્રાઇમરીક અનેક્શન પર બીજા કનેક્શન માટે 400 રૂપિયા ચૂકવવા પડશે.

વધુ પ્લાન પર મામૂલી રાહત

જો કોઇ યૂજર પ્રથમ અને પ્રાઇમરી કનેક્શનનો પ્લાન 501 રૂપિયાથી 625 રૂપિયા છે બીજા કનેક્શન માટે 500 રૂપિયા ખર્ચ કરવો પડશે. બીજીઆરના સમાચાર અનુસાર જો પ્રાઇમરી કનેક્શન પ્લાન 625 રૂપિયા થી 750 રૂપિયા છે તો બીજા કનેક્શન માટે 600 રૂપિયા ખર્ચ કરવા પડશે અને 751 રૂપિયાવાળા પ્રાઇમરી કનેક્શન છે તો બીજા કનેક્શન માટે 700 રૂપિયા ખર્ચ થશે.

(5:24 pm IST)