Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનું મોત

પાકિસ્તાની સેનાની હોસ્પિટલમાં ગંભીર ઘાયલ અવસ્થામાં સારવાર દરમિયાન મોત થયાના અહેવાલ

નવી દિલ્હી :પુલવામા હુમલાના મુખ્ય આરોપી જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનું મોત નિપજયાના અહેવાલ મળે છે  આ  સમાચારની અધિકારીક પુષ્ટી મળી નથી કરતું.

    મળતી માહિતી મુજબ આતંકી મસૂદ અઝહર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો, જેને પાકિસ્તાન સપોર્ટ કરી રહ્યું હતું, અને પાકિસ્તાનની સેના હોસ્પિટલમાં જ તેની સારવાર ચાલી રહી હતી. આ આતંકી છેલ્લા 2-3 મહિનાથી લીવર કેન્સરની બીમારીથી પરેશાન હતો

    રિટાયર્ડ કર્નલ આશિષ ખન્નાએ એવી સંભાવના વ્યક્ત કરી કે, ભારતે જ્યારે એર સ્ટ્રાઈક કરી ત્યારે મસૂદ અઝહર પણ આ આતંકી કેમ્પમાં હાજર  હશે, અને તે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હશે, જેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું  હોઈ શકે છે, પરંતુ, પાકિસ્તાન આ વાત છુપાવવા માંગતુ હોય. જોકે પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

  સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે કે, મસૂદ અઝહરનું મોત થયું છે, માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યુ હતું કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને તે પોતાની પથારીમાંથી હલન ચલન કરી શકે તેમ નથી. CNNને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કુરેશીએ કહ્યું હતું કે, મસૂદ અઝહર અમે જૈશ-એ-મોહમ્મદને પુલવામાં હુમલા સાથે કઈ લેવા દેવા નથી. તેમણે કહ્યું હતું કે ભારત જો પુરાવા સોંપે તો અમે યોગ્ય કાર્યવાહી કરીશું.

(12:00 am IST)