Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ગ્રેટ થનબર્ગ પર એફઆઈઆર કરવામાં આવી નથી : દિલ્હી પોલીસની સ્પષ્ટતા

300 સોશિયલ મીડિયા હેન્ડલની ઓળખાયા : ધૃણિત અને નિંદાત્મક કંટેન્ટ ફેલાવવામાં થાય છે ઉપયોગ

નવી દિલ્હી :ખેડૂત આંદોલનને લઈને વિદેશી હસ્તિઓની ટિપ્પણી પર છેડાયેલા ઘમાસાણ પછી દિલ્હી પોલીસ એલર્ટ મોડ ઉપર છે. ગુરૂવારે પ્રેસ કોન્ફ્રન્સ કરીને દિલ્હી પોલીસના વિશેષ કમિશનર પ્રવીર રંજનએ જણાવ્યું હતું કે, દિલ્હીની ત્રણેય બોર્ડર પર ખેડૂતો આંદોલન ચાલી રહ્યાં છે. દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા મોનિટર કરી રહી છે. લગભગ 300 સોશિયલ મીડિયા હેન્ડલની ઓળખ થઈ છે, જેનો ઉપયોગ ધૃણિત અને નિંદાત્મક કંટેન્ટ ફેલાવવામાં થઈ રહ્યો હતો.

પ્રવિણ રંજને સ્પષ્ટ કહ્યું છે કે, ગ્રેટ થનબર્ગ પર એફઆઈઆર કરવામાં આવી નથી. સાથે જ તેમને 26 જાન્યુઆરીની હિંસા પૂર્વ આયોજિત ગણાવી હતી.

પ્રવીણ રંજને કહ્યું કે, સોશિયલ મીડિયાની મોનિટરીંગ દરમિયાન પોલીસને એક એકાઉન્ટ દ્વારા એક દસ્તાવેજ મળ્યા છે, જે એક ટૂલકિટ છે, જેમાં પ્રાયર એક્શન પ્લાન નામનું એક સેક્શન મળ્યું છે. જેમાં ખેડૂત આંદોલન દરમિયાન શું કરવાનું છે, તે કહેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ તે કેસની તપાસ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે સાંજે સૂચના મળી હતી કે, ગ્રેટ થનબર્ગના ભડકાઉ ટ્વિટને લઈને દિલ્હી પોલીસે તેમના વિરૂદ્ધ કેસ નોંધાયુ છે. તે સમયે ગ્રેટ વિરૂદ્ધ ધારા-135A, 120B હેઠળ એફઆઈઆર નોંધાવવાની જાણકારી સામે આવી હતી. હવે દિલ્હી પોલીસે ગ્રેટ થનબર્ગ પર એફઆઈઆર નોંધવામાં ના આવી હોવાની સ્પષ્ટ કરી છે.

(12:46 am IST)