Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

હાઇડ્રોજન મિશન: રિલાયન્સ, ટાટા અને મહિન્દ્રાને એક સાથે લાવશે મોદી સરકાર: સૌથી મોટો પાયલટ પ્રોજેક્ટ

ભારતમાં પણ હાઇડ્રોજન કાઉન્સિલ અથવા યુરોપિયન હાઇડ્રોજન ગઠબંધન જેવી સંસ્થા સમયની જરૂરિયાત

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર હાઇડ્રોજનના ઉપયોગ સાથે જોડાયેલ એક મોટી યોજના પર કામ કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ 2021-22 દરમિયાન રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનની જાહેરાત કરી છે. આ મિશન દેશની સૌથી મોટી કંપનીઓ જેવી કે રિલાયન્સ, ટાટા, મહિન્દ્રા અને ઇન્ડિયન ઓઇલને પણ એકસાથે લાવી શકે છે

મિથેન ઈકોનોમી પર રિસર્ચ પેપર લખનાર રિસર્ચર ચૈતન્ય ગિરીના અનુસાર ભારતમાં પણ હાઇડ્રોજન કાઉન્સિલ અથવા યુરોપિયન હાઇડ્રોજન ગઠબંધન જેવી સંસ્થા સમયની જરૂરિયાત છે.

તેઓએ કહ્યું હતું કે ઇન્ડિયન ઓઇલ,ટાટા,મહિન્દ્રા જેવી કંપનીઓ ગઠબંધનનો હિસ્સો બની શકે છે. રિલાયન્સ જેવી કેમિકલ કંપનીઓ પણ તેનો હિસ્સો થઇ શકે છે.

ભારતને હાઇડ્રોજન ગઠબંધનની જરૂર કેમ છે ? ચૈતન્ય ગિરી અનુસાર કોઈપણ કંપની અથવા ના કોઈ ઉદ્યોગ તેને એકલા હાથે ચલાવી શકવા સક્ષમ નથી. તમારે એક સાથે કામ કરવા માટે ઓટો સેક્ટર, ઇંધણ કંપનીઓ, વિશેષ કેમિકલ અને અન્ય કંપનીઓની જરૂર છે. હાઇડ્રોજનને ઉપયોગ કરવા લાયક બનાવવા માટે ભારતને ફક્ત ઇંધણની જ નહીં પરંતુ તેવી કારોની પણ જરૂર છે જે તેને ઇંધણના સ્વરૂપમાં ઉપયોગ કરી શકે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ નક્કી કરવા માટે ઇંધણ સ્ટેશનો અને ટેક્નોલોજીની પણ જરૂર છે જેથી તે સુરક્ષિત રહે કેમ કે હાઇડ્રોજન એક વિસ્ફોટક તત્વ છે. ગિરીએ જણાવ્યું હતું કે જમર્ની જેવા દેશોએ બતાવી દીધું છે કે હાઇડ્રોજન ગઠબંધન એક શાનદાર રીત છે

(11:32 pm IST)