Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ઈરાનની સર્જિકલ સ્ટ્રાઈક : પાકિસ્તાનમાં ઘૂસી આતંકવાદીઓ પાસેથી 2 સૈનિકો છોડાવ્યા : પાક. સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

ઈરાની સૈનિકોએ બલુચિસ્તાનમાં પ્રવેશ કરી પોતાના સૈનિકોને મુક્ત કરાવ્યા

નવી દિલ્હી : પાકિસ્તાનમાં પર ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ છે, આ વખતે ઈરાને પાકિસ્તાનમાં પ્રવેશ કરી આતંકવાદીઓને ઠાર કર્યા છે અને તેના બે સૈનિકોને મુક્ત કર્યા છે. આ સાથે ઈરાન પાકિસ્તાનની સીમાની અંદર આતંકવાદીઓને ઠાર મારનાર ત્રીજો દેશ બન્યો છે. અમેરિકા અને ભારત આ પહેલા પણ કરી ચૂક્યા છે. બુધવારે રાત્રે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે આ ઓપરેશનમાં ઘણા પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે, જે આતંકવાદીઓને કવર ફાયર આપી રહ્યા હતાં.

ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઈઆરજીસી) એ બાતમીના આધારે પાકિસ્તાનની અંદર જઇને ઓપરેશન હાથ ધર્યું હતું.

આમાં તેણે પોતાના બે સૈનિકોને પણ પાકિસ્તાનના કબજામાંથી બચાવ્યા છે. આઈઆરજીસી સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ઈરાની સૈનિકોએ પાકિસ્તાનના ગેરકાયદેસર રીતે કબજે કરેલા બલુચિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો અને તેમના સૈનિકોને જેશ અલ-અદાલના કબજામાંથી મુક્ત કર્યા હતાં.

રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે અને એમ પણ કહેવામાં આવ્યું છે કે ગુપ્ત માહિતીના આધારે તેણે પાકિસ્તાનની અંદર પોતાની સૈન્યને મુક્ત કરી દીધી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ આતંકવાદી જૂથ દ્વારા અપહરણ કરાયેલા બંને સરહદ રક્ષકોને મુક્ત કરવા મંગળવારે સફળતાપૂર્વક આ કામગીરી કરવામાં આવી છે.

રિવોલ્યૂશનરી ગાર્ડ્સ તરફથી સત્તાવાર નિવેદનમાં આ સ્ટ્રાઈકની પૃષ્ટિ કરવામાં આવી છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે,'આતંકી સંગઠનના કબજામાંથી 2 બોર્ડર ગાર્ડ્સને મુક્ત કરાવવા મંગળવારે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.' જૈશ અલ-અદલ એક સલાફી આતંકવાદી સંગઠન છે, જે મોટા ભાગે દક્ષિણ-પૂર્વીય ઈરાનમાં સક્રિય છે. આ આતંકવાદી સંગઠન ઈરાનમાં નાગરિકો અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરી ચૂક્યું છે. બલુચિસ્તાનમાં નિર્દોષ લોકોના નરસંહાર માટે આ આતંકી સંગઠનને પાકિસ્તાની સૈન્યનું સમર્થન મળે છે.

ઈરાનની રિવોલ્યૂશનરી ગાર્ડ્સે જણાવ્યું કે, મુક્ત કરાવવામાં આવેલા ઈરાની બોર્ડર ગાર્ડ્સના જવાનોને 2018માં બંધક બનાવવામાં આવ્યા હતા અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સમૂહે પાકિસ્તાનમાં તેમને બંધક બનાવી રાખ્યા હતા. હવે સર્જિકલ સ્ટ્રાઈક કરી તેમને મુક્ત કરાવવામાં આવ્યા છે

(11:17 pm IST)