Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કરીને દર મહિને ૨૦ હજાર સુધીની કમાણી કરી શકાયઃ ઍક વખત ૪૯૯ રૂપિયાનું રજીસ્ટ્રેશન કરાવવુ પડશે

નવી દિલ્હી: ધ નજ ફાઉન્ડેશન દ્રારા સંચાલિત સેન્ટર દ્રારા સંચાલિત સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટ્રપ્રિન્યરશિપ (CSDE) ભારતમાંથી ગરીબીને દૂર કરવા માટે અનોખી પહેલ લઇને આવ્યું છે. તેમાં ભારતમાં ગુરૂકુલ નામથી સ્કિલ ડેવલોપમેન્ટ કાર્યક્રમ શરૂ કર્યો છે, જેના દ્રારા નબળા વર્ગના બાળકોને રોજગાર અપાવવા માટે તૈયાર કરવામાં આવે છે. સંસ્થા 4 મહિનાના સ્કિલ ડેવલોપમેન્ટ કોર્સ દ્રારા ગરીબ અને નબળા વર્ગના લોકોને મહત્વાકાંઍક્ષી યુવાનોને ઉદ્યોગની જરૂર અનુસાર તૈયાર કરે છે અને તેમને રોજગાર અપાવવામાં મદદ કરે છે.

ધ નજ સેન્ટર ફોર સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટ્રપ્રિન્યરશિપ (CSDE) ના સીનિયર ડાયરેક્ટર સૌરભ અદીબએ જણાવ્યું હતું કે દેશમાં કોઇપણ બાળક આ સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામને પુરો કરીને આરામથી 20,000 રૂપિયા મંથલી સુધી કમાણી કરી શકે છે. તેના માટે બસ વનટાઇમ 499 રૂપિયાનું રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો પડશે અન ચાર મહિના સુધી દરરોજ 2.5 કલાક અભ્યાસ કરવો પડશે. આ કોર્સ ઓનલાઇન છે અને તેને આરામથી ઘરે બેઠા બેઠા પુરો કરી શકાય છે.

સૌરભ અદીબે જણાવ્યું હતું કે ભારતમાં યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે 2015માં આ સ્કીલ ડેવલોપમેન્ટ પોગ્રામ શરૂ કર્યો હતો પરંતુ 2019માં તેને બદલીને ગુરૂકુલ ફ્યૂચર પરફેક્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. 2020માં કોરોના વાયરસના લીધે હવે આ પોગ્રામ પુરી રીતે ઓનલાઇન બની ચૂક્યો છે. આ પ્રોગ્રામ દ્રારા સર્વિઅ સેક્ટર માટે શ્રમબળને તૈયાર કરવાનું કામ કરવામાં આવે છે. આ પ્રોગ્રામમાં પ્રતિભાગીઓની ઇંગ્લિશ અને એમ્પ્લોયબિલિટી સ્કિલને પ્રોત્સાહન વધારવામાં આવે છે.

સૌરભ અદીબએ જણાવ્યું કે જુલાઇ 2020થી ઓનલાઇન પ્રોગ્રામ શરૂ થઇ ગયો છે અને 700 બાળકો આ કોર્સ પુરો કરી ચૂક્યા છે તેમણે આ પ્રોગ્રામ માટે 6000 થી બાળકોનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત પાંચ વર્ષોમાં સંસ્થા 7200થી વધુ બાળકોને ટ્રેનિંગ આપી તેમને 100 ટકા રોજગાર ઉપલબ્ધ કરાવવામાં સફળ રહી છે. આ બાળકોને 13,000 થી 20,000 રૂપિયા દર મહિને વેતન મળે છે.

આ સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હિંદી, કન્નડ, તમિલ અને તેલૂગૂમાં છે. અદીબે જણાવ્યું કે તેમનો ટાર્ગેટ 2022 સુધી 30,000 બાળકોને ટ્રેન કરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.

(5:33 pm IST)