Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ભારતીય ક્રિકેટ ટીમના હિટમેન રોહિત શર્માઍ ખેડૂત આંદોલન મુદ્દે નિવેદન આપતા કંગના રનૌતેઍ તેને ‘ધોબીનો કૂતરો’ કહી દીધોઃ ટ્વિટરે પણ કંગનાની ૨ ટ્વિટ તાત્કાલીક હટાવી દીધી

નવી દિલ્હી: બેફામ કંગના નાગણની જેમ ફરી વિફરી, આ વખતે તેને ટીમ ઇન્ડિયાના હિટમેન રોહિત શર્મા સામે વાંધો પડ્યો. રોહિતે ખેડૂત આંદોલન અંગે પોતાનો મત મૂકતા કંગનાએ તેને ધોબીનો કૂતરો કહી દીધો. લાગે છે કે અભિનેત્રી સોશિયલ મીડિયાને પોતાના બાપની જાગીર સમજી રહી છે. તેથી મન ફાવે તેમ બોલે અને લખી રાખે છે. આની નોંધ ટ્વીટરે પણ લઇ તાત્કાલિક કંગનનાની બે ટ્વીટ હટાવી દીધી.

કંગનાએ ખેડૂત આંદોલનને ટેકો આપનાર હોલિવૂડની પોપ સિંગર રિહાન્નાને મૂર્ખ કહી હતી. જ્યારે આજે રોહિત શર્માને ધોબીનો કૂતરો કહી દીધો. રોહિતે તો માત્ર ખેડૂત આંદોલન મામલે એકતાની વાત કરી હતી.

કંગનાના ચાહકો તેને બહાદૂર મહિલા ગણે છે

કંગનાના ચાહકો તેને નિડરતાથી કોઇની પણ સામે બોલનારી બહાદુર મહિલા ગણે છે. તેથી તે કોઇની પણ સામે દલીલો કરવામાં કે પોતાના વિચારો રજૂ કરવામાં પાછળ પડતી નથી. ગઇકાલથી રિહાન્ના, ગ્રેટા અને મિયા ખલિફાએ ખેડૂતોને સમર્થન આપતા તે વિફરેલી નાગણ બની છે.

રોહિતે ટ્વીટમાં શું લખ્યું હતું?

ટીમ ઇન્ડિયાના આધારભૂત ક્રિકેટર રોહિત શર્માએ ગુરુવારે એક ટ્વીટ કરી લખ્યું કે, ” જ્યારે પણ આપણે સાથે ઊભા રહ્યા છે. ભારત હંમેશા શક્તિશાળી રહ્યું છે અને એક ઉપાય શોધવો અત્યારના સમયની જરુરિયાત બની ગયું છે. આપણા દેશની ભલાઇમાં આપણા દેશના ખેડૂત મહત્વની ભૂમિકા ભજવે છે. મને આશા છે કે આપણે સાથે મળી ટુંકમાં જ કોઇ ઉકેલ શોધી કાઢીશું. #IndiaTogether.”

રોહિતની ટ્વીટ બાદ કંગનાએ ક્રિકેટર માટે અપમાનજનક શબ્દો કહ્યા. તેણે ફરી ખેડૂતોને આતંકી ગણાવતા લખ્યું કે, ” આ તમામ ક્રિકેટરો ધોબી કા કૂત્તા ન ઘર કા ન ઘાટ કાની જેમ શા માટે ભસી રહ્યા છે? ખેડૂતો તેમના માટે ક્રાંતિકારી પગલા જેવા કાયદા શા માટે જાય? આ તો આતંકવાદી છે, જે બબાલ કરી રહ્યા છે. એવું કહોને કે ડર લાગે છે?

ટ્વીટરે જાતે કંગના સામે એક્શન લીધું

જો કે ટ્વીટરે તાત્કાલિક એકશન લઇ કંગનીની આ ટ્વીટ ડિલીટ કરી દીધી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરની નજરમાં કંગનીની ટ્વીટ નિયમોની ઉલ્લંઘન કરતી હતી. તેનું માનવું છે કે કંગનાની ટ્વીટમાં જે ભાષાનો ઉપયોગ કરાયો, તે તેના પ્લેટફોર્મના હિસાબે યોગ્ય નથી.  ટ્વીટ ડિલીટ થાય તે પહેલાં તો ટ્રેન્ડ થઇ ગઇ હતી. ટ્વીટર તરફની નિવેદન જારી કરાયું કે અમે માત્ર અમારા નિયમોનું ઉલ્લંઘન કરતી ટ્વીટ જ હટાવી છે.

કંગનાએ રિહાન્નાને મૂર્ખ કહી હતી

બોલીવીડ પોપ સિંગર રિહાન્નાએ ગઇકાલે કેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું કે આપણે આ અંગે વાત કેમ નથી કરી રહ્યા? #FarmersProtest. તેના જવાબમાં કંગનાએ લખ્યુ હતું કે, “આ અંગે એટલા માટે વાત નથી કરી રહ્યા, કારણ કે આ ખેડૂત નથી આતંકવાદી છે. જે ભારતના ભાગલા કરવા માગે છે. જેથી ચીન જેવા દેશ અમારા રાષ્ટ્ર પર કબજો કરી શકે અને યુએસ જેવી ચાઇનીઝ કોલોની બનાવી દે. તમે ચૂપ બેસો મૂર્ખ. અમે લોકો તમારા જેવા મૂર્ખ નથી જે પોતાના દેશને વેચી દે.

(5:32 pm IST)