Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

તૃણમૂલ કોંગ્રેસ છોડીને જનારા નેતાઓને ચૂંટણીમાં મળશે હાર : મમતા બેનર્જી

બંગાળના લોકો જ બંગાળ પર શાસન કરશે બહારના નહિ

અલીપુર દ્વાર, તા. ૪ :  પ.બંગાળમાં સતારૂઢ તૃણમૂલ કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થનારા રાજીબ બેનર્જીનું નામ લીધા વગર રાજયના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ મુકયો કે તેના કાર્યકાળમાં વનવિભાગની ભરતીઓમાં અનિયમિતતાઓ જોવા મળી છે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષે પક્ષ છોડીને જતા નેતાઓને હાર મળશે અને ચૂંટણી બાદ તેની દુકાનો બંધ થઇ જશે. તેઓએ કહ્યું એક વ્યકિત જેની પાસે વનવિભાગમાં વન સહાયકોની ભરતીની જવાબદારી હતી. તેઓ ભ્રષ્ટ ગતિવિધિમાં સંલિપ્ત મેળવવામાં આવ્યા. હવે ભાજપમાં સામેલ થયા છે. અને હવે બીજાને ભાષણ આપી રહ્યા છે.

રાજીવબેનર્જી છેલ્લા સપ્તાહ તૃણમૂલ કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થઇ ગયા અને તે રાજય સરકારના ભૂતપૂર્વ વનમંત્રી છે. તૃણમૂલ કોંગ્રેસ છોડીને બીજેપીના પાલામાં જતા લોકોની ટીકા કરીને બેનર્જીએ દાવો કર્યો કે ફકત લાલચી જ બીજેપીમાં સામેલ થઇ રહ્યા છે. તેઓએ કહ્યું જે લોકો પક્ષ છોડીને જવા ઇચ્છે છે, તેને તાત્કાલીક ચાલ્યુ જવુ જોઇએ દરવાજા ખુલ્લા છે. પરંતુ જો તમે પાર્ટીમાં છો તેને અનુશાસિત સૈનિકની જેમ કામ કરવું પડશે.

(3:56 pm IST)