Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

કૃષિ કાયદા પર સરકારને મળ્યો અમેરિકાનો સાથ

અમેરિકા માને છે કે શાંતિપૂર્ણ વિરોધ કોઈ પણ લોકતંત્રની ઓળખ છેઃ મતભેદો હોય તો વાતચીતના માધ્યમથી તેનું સમાધાન આવી શકે છે

વોશીંગ્ટન, તા.૪: અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. અમેરિકાએ કહ્યું છે કે તે આવા પગલાઓનું સ્વાગત કરે છે અને આ પગલાં પ્રાઇવેટ સેકટરને આકર્ષિત કરશે. ભારતમાં ચાલી રહેલા આંદોલન પર વિદેશ મંત્રાલયના એક પ્રવકતાએ કહ્યું કે અમેરિકા માને છે કે શાંતિપૂર્ણ વિરોધ કોઈ પણ લોકતંત્રની ઓળખ છે. મતભેદો હોય તો વાતચીતના માધ્યમથી તેનું સમાધાન આવી શકે છે.

ડીપાર્ટમેન્ટના પ્રવકતાએ કહ્યું કે અમેરિકા શાંતિપૂર્ણ વિરોધને લોકતંત્રની ઓળખ માને છે. ભારતીય સર્વોચ્ચ અદાલતે પણ શાંતિપૂર્ણ આંદોલનનું સમર્થન કર્યું છે. અમેરિકા આવા પગલાંઓનું સ્વાગત કરે છે જે ભારતીય બજારોમાં સુધારા લાવશે અને પ્રાઇવેટ સેકટરમાં રોકાણને આકર્ષિત કરશે. તેમણે કહ્યું કે લોકો સુધી કોઈ પણ રૂકાવટ વગર ઈન્ટરનેટ સહિતની સુવિધાઓ પહોંચવીએ અભિવ્યકિતની આઝાદીનો મૂળભૂત અધિકાર છે. આ એક સફળ લોકતંત્રનું પ્રમાણ છે.

(10:24 am IST)