Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ના પાડતા માર્યો ઢોરમાર

'વાઇફ સ્વેપિંગ ગ્રુપ' જોઇન કરવા પતિ કરતો હતો દબાણ

મુંબઇ જઇ 'વાઇફ સ્વેપિંગ ગ્રુપ'માં જોઈન થા, મજા કર, રેલવે કર્મચારીના દબાણને વશ ન થઈ તો કરી મારપીટ

ગ્વાલિયર,તા.૪: શહેરમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધો પર લાંછનરુપ એક કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીની સામે એક શરમજનક શરત રાખી હતી. જે માનવાની પત્નીએ ના પાડી તો પતિએ પત્નીને ઢોરમાર માર્યો હતો અને તેને છોડીને ચાલ્યો ગયો હતો. આખરે પરેશાન મહિલાએ પોલીસમાં પોતાના પતિ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે.

હકીકતમાં, ગ્વાલિયરના ગિરવાઈ ચોકીમાં ૩૧ વર્ષની એક મહિલાએ અરજી આપી છે કે તેનો પતિ તેના પર 'પત્ની અદલાબદલી' કરવાનું દબાણ રાખતો હતો. આ સાથે જ તેના ૧૫ લાખ રુપિયા પણ હડપી ગયો અને મુંબઈ ચાલ્યો ગયો. મહિલાનો પતિ રેલવેમાં કર્મચારી છે. નર્સ મહિલાએ અરજીમાં કહ્યું કે ૨૦૧૯માં જ તેણે પતિ પાસેથી ડિવોર્સ લીધા હતાં. ડિવોર્સ પછી તેને પહેલા પતિ પાસેથી ૨૫ લાખ રુપિયા અને ૫ લાખના દાગીના મળ્યા હતાં.

મહિલાના જણાવ્યા અનુસાર ડિવોર્સ પછી તેણે વિનોદ બધેલ નામના વ્યકિત સાથે બીજા લગ્ન કર્યા હતાં. દતિયામાં રહેનાર વિનોદ રેલવેમાં નોકરી કરે છે અને હાલ તે મુંબઈમાં કાર્યરત છે. જાન્યુઆરી ૨૦૨૦માં વિનોદે તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. બન્ને મળ્યા અને વિનોદે કહ્યું કે એ મહિલા વિશે બધું જ જાણે છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. બન્નેના પરિવારની સંમતિથી ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ લગ્ન થયા હતાં.

મહિલાએ ફરિયાદમાં કહ્યું કે, લગ્ન નક્કી થયા પછી વિનોદે જબરજસ્તીથી શારીરિક સંબંધ બનાવ્યા. આટલું જ નહીં સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય પણ કર્યું. લગ્ન પછી તેઓ ૨૦ દિવસ સાથે રહ્યાં હતાં. આ દરમિયાન વિનોદે વાતોમાં ફસાવીને મહિલા પાસેથી મકાન લેવાના નામે ૧૫ લાખ રુપિયા પડાવ્યા હતાં. જોકે, પછી ખબર પડી કે મકાન તો લોન પર લીધેલું છે અને હવે બેંક રુપિયા માગી રહી છે.

પીડિતા મહિલાએ જણાવ્યું કે લગ્ન પછી જયારે લોકડાઉન લાગ્યું ત્યારે વિનોદ આવ્યો નહોતો. તે પોતાના પિયર ચાલી ગઈ હતી. થોડા દિવસો પછી વિનોદ આવ્યો અને કહ્યું કે, 'મુંબઇમાં એક ગ્રુપ છે. જે મેં જોઈન કરી રાખ્યું છે. જયાં લાઈફ પાર્ટનર બદલીને દરેક લોકો મસ્તી કરે છે, તું પણ મારી સાથે ચાલ અને મજા કરીશું.'

મહિલાએ એ પણ જણાવ્યું કે જયારે તેણે ના પાડી તો વિનોદે ઢોરમાર માર્યો અને છોડીને ચાલ્યો ગયો. જે પછી વિનોદે મહિલાનો પણ કોઈ જ સંપર્ક કર્યો નથી.

ડીએસપી વિજય ભદૌરિયાએ જણાવ્યું કે પોલીસે મહિલાની ફરિયાદની અરજીના આધારે તેના પતિ વિનોદ બધેલ સામે દુષ્કર્મ અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે.

(10:22 am IST)