Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

'સર, મારી બહેનનું પેપર છે અને ટ્રેન અઢી કલાક લેટ છે' યુવકના આવા ટ્વિટ બાદ રેલવેએ ટ્રેન ફુલ સ્પીડે દોડાવી

રેલવેના સરાહનિય કાર્ય બદલ ટ્વિટ કરનાર યુવક અને તેની બહેને રેલવેનો આભાર માન્યો

નવી દિલ્હી :સર મારી બહેનનું બીટીસીનું પેપર છે, પરંતુ જે ટ્રેનમાં તેનું રિઝર્વેશન હતું તે અઢી કલાક લેટ ચાલી રહી છે. તેવામાં તે પરીક્ષઆ નહીં આપી શકે. આ શબ્દો મઉના એક યુવકના છે. જેણે રેલવે વિભાગને ટેગ કરીને ટેવિટર પર લખ્યા છે. પછી તરત જ રેલવે વિભાગ દ્વરા આ ટ્વિટની નોંધ લેવામાં આવી અને ટ્રેનને ફુલ સ્પીડે દોડાવવામાં આવી અને જલ્દી વારાણસી પહોંચાડી.

ત્યારબાદ તે છાત્રા તેમાં બેસીને સમયસર પોતાના કોલેજ પહોંચી ગઇ અને પરીક્ષા આપી શકી. રેલવેના આ સરાહનિય કાર્ય બદલ ટ્વિટ કરનાર યુવક અને તેની બહેને રેલવેનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે રેલવે પોતાની લેટ લતીફી માટે પણ જાણીતી છે. તેવામાં આ ઘટના બાદ લોકોનો રેલવે તંત્ર પ્રત્યેની ધારણામાં બદલાવ આવ્યો છે.

ગાજીપુર જિલ્લાના નાજિયા તબસ્સુમ બીટીસીની વિદ્યાર્થીની છે. બુધવારે તેના બૈક પેપરની પરીક્ષા વારાણસીના વલ્લભ વિદ્યાપીઠ બાલિકા ઇંટર કોલેજમાં બપોરે 12 વાગ્યે હતી. તેણે છાપરા વારાણસી સિટી એક્સપ્રેસમાં મઉથી વારાણસી ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું હતું. ટ્રેનને મઉ જંક્શન ઉપક 6:25 ઉપર પહોંચવાનું હતું, પરંતુ અઢી કલાક લેટ પહોંચી.

ગભરાયેલી છાત્રાએ પોતાના ભાઇને આ વાતની ખબર આપી. ત્યારબાદ તેના ભાઇએ આ ટ્વિટ કર્યુ અને રેલવેએ ટ્રેનને ફૂલ સ્પીડમાં દોડાવી. જેના કારણે ટ્રેન 11 વાગ્યે વારાણસી પહોંચી અને વિદ્યાર્થીની પરીક્ષા આપી શકી

(1:03 am IST)