Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

દેશના ખેડૂતોને આતંકી કહેવાય છે તો શું સંઘના લોકો જ દેશભક્ત? : રાહુલ ગાંધીનો વેધક સવાલ

રાહુલ ગાંધીને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ આપ્યો વળતો જવાબ

નવી દિલ્હી :ખેડૂત આંદોલન અંગે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર એક સાથે અનેક પ્રહારો કરી દીધા. જેની સામે ભાજપના સંબિતપાત્રાએ વળતો જવાબ પણ આપ્યો છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સ અને ટ્વીટર પર હલ્લાબોલ કર્યું. તેમણે કહ્યું કે દેશના ખેડૂતોને આતંકી કહેવામાં આવી રહ્યા છે. શું સંઘના લોકો જ દેશભક્ત છે? સરકાર ખેડૂતોની વાત અવગણી કિલ્લાબંધી કરી રહી છે

રાહુલ ગાંધી એ કહ્યું કે ખેડૂતો આપણા દેશની કરોડ રજ્જૂ છે અને સરકાર તેમના પર અત્યાચાર કરી રહી છે. ખેડૂતોની બસ આટલી માગ છે કે કાળા કાયદા પાછા ખેંચવામાં આવે. પરંતુ સરકારે ખેડૂતોને ઘેરી લીધું છે. શા માટે દિલ્હીને બંધ કરી દીધું. શું આપણે તેમને મારી રહ્યા છીએ કે ડરાવી રહ્યા છીએ. સરકાર તેમની સાથે વાત કે નથી કરતી. સમાધાન કેમ શોઘી રહી નથી? આ સમસ્યા દેશ માટે સારી નથી.

રાહુલ ગાંધીએ ટ્વીટરના સહારે પણ સરકાર પર અનેક વાર કર્યા. તેમણે કહ્યું કે નોટબંધી, GST અને તૈયારી વિનાના લોકડાઉન બાદ જ્યારે બધા સેકટર્સ ધ્વસ્ત થઇ ગયા હતા. ત્યારે કૃષિ ક્ષેત્ર જ અર્થતંત્રને બચાવી રહ્યું હતું. તેને હવે મૂડીવાદીઓના હાથમાં સોંપીને સરકાર કૃષિને પણ બરબાદ કરવા માગે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હજુ પણ સમય છે કે સરકાર પીછેહટ કરી લે ખેડૂતો પાછળ નહીં હટે

 

કંગના રણૌતે આંદોલનકારી ખેડૂતોને આતંકવાદી ગણાવતા રાહુલે (Rahul Support Farmer) ટ્વીટ કરી કે ખેતી કરનારા ખેડૂતોને આતંકી કહેવામાં આવી રહ્યા છે. મતલબ કે આ દેશમાં માત્ર સંઘના લોકો જ દેશભક્ત છે! ગજબનું તર્ક છે.

રાહુલ ગાંધીને જવાબમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ ખેડૂતોને ધમકાવ્યા કે કોઇ પાછળ નહીં હટે. રાહુલજી આ ખેડૂત આંદોલન છે અને ખેડૂતોએ કહ્યું કે તેમનો કોઇ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી તો પછી તમે એમના પક્ષકાર કેમ બની રહ્યા છે

પાત્રાએ રાહુલ ગાંધી પર ઝઘડો કરાવવાનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે રાહુલ ઇચ્છે છે કે રોડ પર ઝઘડો થાય. ખેડૂતોના ખભે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. શું તોફાનીઓ રાહુલના પોતાના છે?

રાહુલ ગાંધીએ વડાપ્રધાન  મોદી પર નિશા ન સાધતા કહ્યું કે તમામ સરમુખ્તારોના નામ ‘M’થી કેમ શરુ થાય છે? સાથે રાહુલ ગાંધીએ ટ્વીટર પર વિશ્વના ઘણા દેશોમાં  રાજ કરી ચૂકેલા એમ અક્ષરના નામવાળા નેતાઓની યાદી પણ મૂકી છે

(12:00 am IST)