Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

અભિનેતા અરબાઝ અને સોહેલ ખાન વિરુદ્ધ FIR : બીએમસીને ખોટી માહિતી આપવાનો આરોપ

દુબઈથી પરત ફર્યા બાદ તાજ હોટલમાં ક્વારન્ટાઇન થવાનું સોગંદનામું આપ્યા બાદ બાન્દ્રા સ્થિત પોતાના ઘરે જતા રહ્યા

મુંબઈ : બીએમસીએ અભિનેતા અરબાઝ ખાન અને સોહેલ ખાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. કોરોના ગાઇડલાઇનના  ભંગ કરવાના આરોપમાં બીએમસીએ આ બંને અભિનેતાઓ અને સોહેલ ખાનના પુત્ર નિર્વાન ખાન વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ લોકો પર બીએમસી પર ખોટી માહિતી આપવાનો આરોપ છે. આ લોકો 25 ડિસેમ્બરે UAEથી મુંબઈ પરત ફર્યા હતા. તેમણે બીએમસીને સોગંદનામું આપ્યુ હતુ કે પોતાને તાજ હોટલમાં ક્વારન્ટાઇન કરશે, પરંતુ તાજ હોટલમાં ક્વારન્ટાઇન થવાના બદલે આ લોકો બાન્દ્રા સ્થિત પોતાના ઘરે જતા રહ્યા હતા.

(10:49 pm IST)