Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

1લી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમન 2020-21 ની સાલનું મોદી સરકારનું સામાન્ય બજેટ કરશે રજુ : 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટનું પ્રથમ સત્ર : બીજૂ સત્ર માર્ચના બીજા અઠવાડિયામાં

નવી દિલ્હી : આવતા વર્ષે તમને ઈનકમ ટેક્ષમાં રાહત મળશે કે નહીં? મોંઘવારી ઘટશે કે નહીં? દેશની અર્થવ્યવસ્થાને ફરીથી પાટ્ટા પર લાવવા માટે સરકાર કયા પગલા ઉઠાવશે? બધા પશ્ન એવા છે કે જેના જવાબની દેશની જનતા રાહ જોઈ રહી છે. પશ્નોના જવાબ આવતી 1લી ફેબ્રુઆરીએ મળી શકે છે. દિવસે નાણાં પ્રધાન નિર્મલા સીતારમન 2020-21 મોદી સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે અને દિવસે શનિવાર છે પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ તે દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે.
પરંપરા મુજબ વર્ષના પ્રથમ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના સંબોધનથી થશે. જે દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બન્ને ગૃહમાં સંયુક્ત સત્રને સંબોધન કરીને સરકારની ભાવી યોજનાઓને રજૂ કરશે. સરકાર 2019-20ના આર્થિક સર્વે પણ સંસદમાં પેશ કરશે. બજેટ સત્રના બે ભાગમાં હશે. પ્રથમ સત્ર 7મી ફેબ્રુઆરી સુધી ચાલવાની સંભાવના છે. જ્યારે બીજૂ સત્ર માર્ચના બીજા અઠવાડિયામાં શરૂ થશે.
નાગરિકતા સુધારા બીલ કાયદો બન્યા પછી CAA-NRC અંગે ભારે વિવાદ થયો છે. કોંગ્રેસે મોટો મુદ્દો બનાવ્યો છે. જે બજેટ સત્ર દરમિયાન પણ મુદ્દો છવાઈ રહેવાની સંભાવના છે તેમજ સામાન્ય બજેટ અને અર્થવ્યવસ્થાના મુદ્દોઓ પર ઉગ્ર ચર્ચા થવાની સંભાવના છે.

(11:21 pm IST)