Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઇરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીએ દિલ્હીમાં પણ હુમલાનું કાવતરુ રચ્યુ હતું

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરાયો : ઇરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીએ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા

વોશિંગ્ટન, તા. ૪ : ઇરાકમાં ઇરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીના અમેરિકી ડ્રોન હુમલામાં મોત બાદ જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, નવી દિલ્હીમાં ત્રાસવાદી હુમલાનું કાવતરુ તેના દ્વારા ઘડી કાઢવામાં આવ્યું હતું. ટ્રમ્પે આક્ષેપો કરતા કહ્યું છે કે, સુલેમાનીએ અનેક નિદ્રોષ લોકોની હત્યા કરી હતી. નવી દિલ્હી અને લંડનમાં ત્રાસવાદી હુમલા માટે કાવતરા ઘડી કાઢ્યા હતા. સુલેમાનીને મારવા માટે મિસાઇલ હુમલાના આદેશ આપવાના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, આજે અમે સુલેમાનીના હત્યાચારોના શિકાર થયેલા લોકોને યાદ કરીએ છીએ ત્યારે  આ આતંકવાદના અંતથી રાહત થાય છે. જોકે ભારતમાં કયા ત્રાસવાદી કાવતરાનો ઉલ્લેખ કરી રહ્યા છે તે સંદર્ભમાં માહિતી મળી શકે નથી.

            એમ માનવામાં આવે છે કે, ટ્રમ્પ ૨૦૧૨માં ઇઝરાયેલના રાજદુતના પત્નિ પર કાર બોમ્બ હુમલા કરાયો હતો. જેનો ઉલ્લેખ ટ્રમ્પ કરી રહ્યા છે. ૧૩મી ફેબ્રુઆરી ૨૦૧૨ના દિવસે કારમાં લોય ચુંબકની મદદથી બોમ્બ લગાવીને હુમલો કરાયો હતો. જેના લીધે તેમના પત્નિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આમા કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુએ કહ્યું હતું કે, હુમલાની પાછળ ઇરાનનો હાથ હતો. આ ટેકનિકનો ઉપયોગ કરીને જોર્જિયામાં પણ હુમલા કરાયા હતા. ૨૦૧૨ના અહેવાલ મુજબ ઇરાને એ વખતે હુમલો તહેરાનમાં તેના પરમાણુ વૈજ્ઞાનિક રોશનની હત્યાના જવાબમાં કરાયો હતો. પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા આક્ષેપો મુજબ ઇઝરાયેલ દ્વારા કરાઈ હતી. ગઈકાલે બગદાદમાં ડ્રોન હુમલામાં સુલેમાનીનું મોત થયું હતું.

 

(9:55 pm IST)