Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ચિત્રકુટ : રેલ્વે પાટા પર ૨૦ ફુટ લાંબો અજગર

ટ્રેનને દસ મિનિટ સુધી રોકી દેવાઈ

ચિત્રકુટ, તા. : ઉત્તરપ્રદેશના ચિત્રકુટમાં રેલવે પાટા પર માયાકાય અજગર આવી ગયા બાદ ટ્રેનને થોડાક સમય માટે રોકવાની ફરજ પડી હતી. શુક્રવારે ઉત્તરપ્રદેશના માનિકપુરથી સતના જતી હાવડા-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને ટિકરીયા રેલવે સ્ટેશનની આગળ એક અજગર આવી જતા દસ મિનિટ સુધી રોકી દેવાની ફરજ પડી હતી. પશ્ચિમ મધ્ય રેલવેના ક્ષેત્રિય અધિકારી મૃત્યુંજય કુમારે આજે કહ્યું હતું કે શુક્રવારે સવારે ૧૧ વાગે હાવડા-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને ટિકરીયા રેલવેે સ્ટેશનની નજીક રેલવે પર ભારે ભરકમ અજગર હોવાના કારણે રોકી દેવાની ફરજ પડી હતી.

                 એક અન્ય ટ્રેન ક્રોસિંગ કરી રહી હતી જેથી ટ્રેનને રોકવામાં આવી હતી. જ્યારે ટ્રેક ખાલી થતા ટ્રેનને સતના માટે રવાના કરાઈ હતી. એકાએક વીસ ફુટ લાંબો અજગર આવી ગયો હતો. આને જોતાની સાથે ટ્રેનના ડ્રાઇવરો ઇમરજન્સી બ્રેકનો ઉપયોગ કર્યો હતો. દસ મિનિટ બાદ અજગર સુરક્ષિત નિકળી ગયા બાદ ટ્રેનને આગળ વધારવામાં આવી હતી.

(8:05 pm IST)