Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઉત્તર ભારતમાં કયાંક પારો ગગડયોઃ અમુક રાજયોમાં ઠંડીથી રાહત

જમ્મુ- કાશ્મીરમાં પારો સતત શૂન્યથી નીચેઃ ઉત્તર પ્રદેશમાં વરસાદઃ રાજસ્થાનમાં ઠંડીમાં ઘટાડોઃ હિમાચલમાં ઠંડા પવનોનો દોર ચાલુ

નવીદિલ્હીઃ ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન વધ્યુ છે, જેથી ઠંડીનો પ્રકોપ સહન કરી રહી રહેલ લોકોને થોડી રાહત મળી છે. દિવસના તાપમાનમાં શુક્રવારે અને લઘુતમ તાપમાન ૭.૬ ડિગ્રી  નોંધાયેલ. જે આ મૌસમનું સામાન્ય છે. હવામાન ખાતાએ દિવસમાં આકાશ ચોખ્ખુ રહેવાનું અને શનિવારે સવારે મધ્યમ ધુમ્મસ છવાયેલ રહેવાની શકયતા દર્શાવેલ. ગઈકાલે ગુરૂતમ તાપમાન ૨૩ ડિગ્રી રહેલ. જયારે આજે ૭ ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન દર્શાવેલ. બીજી તરફ ઓડીશામાં આજે શનિવારે કેટલીક જગ્યાએ વરસાદની શકયતા છે.

ઉત્તર પ્રદેશના કેટલાક જીલ્લાઓમાં શુક્રવાર સવારે વરસાદ નોંધાયેલ. લખનૈમાં ૧૩.૬ મીમી વરસાદ પડેલ. દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદના કારણે યોગીએ અધિકારીઓને રેન બસેરા ઉપર વિશેષ નજર રાખવા આદેશ કરેલ.

કાશ્મીરના કેટલાય ભાગોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયેલ. હવામાન ખાતાએ અઠવાડીયાના અંતે વરસાદની સંભાવના દર્શાવેલ. ખીણ પ્રદેશની સાથે લડાખના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયેલ. શ્રીનગરમાં ગઈકાલે રાત્રે તાપમાન માઈનસ ૩.૭ ડિગ્રી રહેલ. જયારે ગુલમર્ગમાં માઈનસ ૮.૫ નોંધાયેલ. જે ખીણ પ્રદેશનો સૌથી ઠંડો વિસ્તાર રહેલ. પહેલગામમાં પારો માઈનસ ૧૦ ડિગ્રી નોંધાયેલ.

હિમાચલમાં શીત લહેરનો પ્રકોપ યથાવત છે. કેટલીયય જગ્યાએ તાપમાન શૂન્યથી નીચે નોંધાયેલ. ૮ જાન્યુ.સુધી રાજયમાં મધ્યમ અને ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે કેલાંગમાં રાજયનું સૌથી નીંચુ તાપમાન માઈનસ ૧૩ ડિગ્રી નોંધાયેલ. ગુરૂતમ તાપમાનમાં વધારો નોંધાયેલ.

પંજાબ અને હરિયાણામાં ઠંડી દોર ચાલુ જ છે. ભટીંડા અને ફરીદકોટ ત્રણ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડા રહેલ. હવામાન ખાતાના અધિકારીઓએ જણાવેલ કે પંજાબના પઠાણકોટ, આદમપુર, હલવાડા અને ગુરૂદાસપુરમાં તાપમાન નીચુ રહેલ. જયારે અમૃતસર, લુધીયાના અને પટીયાલામાં અનુક્રમે ૪.૪, ૭.૨ અને ૬.૨, ૫.૭ અને ૬.૮ ડિગ્રી નોંધાયેલ.

રાજસ્થાનમાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન વધવાથી લોકોને રાહત મળેલ. હવામાન ખાતા મુજબ શુક્રવારે માઉન્ટ આબુ સૌથી ઠંડુ રહેલ. ગંગાનગરમાં ૪.૮, પિલાનીમાં ૫.૭, ચુરૂમાં ૬.૩, બીકાનેરમાં ૬.૮ ડિગ્રી તાપમાન રહેલ. ગુરૂતમ તાપમાન ૧૬.૮ થી ૨૫ ડિગ્રી વચ્ચે નોંધાયેલ.

(1:02 pm IST)