Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ચીનમાં ભેદી ન્યુમોનિયા ફાટી નીકળ્યો

શ્વાસની તકલીફ - તાવના સંખ્યાબંધ કેસો : કેટલાક સીરીયસ : હોંગકોંગમાં ૩ કેસો નોંધાયા : સીંગાપોરથી તાઈવાન સુધી ભારે તકેદારીના પગલા

બીજીંગ : ચીનમાં ન્યુમોનિયાનો રોગચાળો ફાટી નીકળ્યો છે. જેની લીધે સીંગાપોરથી તાઈવાન સાથે તકેદારી શરૂ થઈ છે. ચીનના વુહાન પ્રાંતની સંખ્યાબંધ હોસ્પિટલો - કલીનીકમાં ન્યુમોનિયાના કેસો આવવા લાગ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ અંગે ખાસ ટીમને કાર્યરત કરી છે.

ભેદી પ્રકારના ન્યુમોનિયાથી માંદગીમાં પટકાયેલ અનેક દર્દીઓ ચીનમાં જોવા મળતા સીંગાપોર, હોંગકોંગ અને તાઈવાનના એરપોર્ટો ઉપર તમામ મુસાફરો માટે 'તાવ' માટેનું સ્ક્રીનીંગ શરૂ થયુ છે.

હોંગકોંગમાં પણ ત્રણ લોકોને આવા ન્યુમોનિયા - તાવ - શ્વાસની તકલીફ સાથે દાખલ કર્યા છે. સીંગાપોર પણ આ અંગે ચેકીંગ કરી રહેલ છે.

ચીનના હુબેઈ પરગણાના પાટનગર વુ-હાનમાં સંખ્યાબંધ દવાખાના - હોસ્પિટલમાં ફેફસાના ન્યુમોનિયાથી પીડાતા લોકો આવવા લાગ્યાનું નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સત્તાવાર જાહેર થયેલ. આવા ૨૭ લોકો શ્વાસ લેવાની તકલીફ અને તાવ સાથે આવેલ જેમાંથી ૭ ગંભીર હોવાનું ધ મીન્ટ નોંધે છે.

પક્ષીઓ, સર્પ, સસલાને બીજા વાઈલ્ડ લાઈફ જીવોના અંગોનું વેચાણ કરતી માર્કેટો બંધ કરી દેવાયેલ છે. રોગચાળો કેમ ફેલાયો તેની તપાસ ચાલુ છે.

૧૭ વર્ષ પહેલા શ્વાસોશ્વાસના ગંભીર એવા ભેદી 'સાર્સ' રોગચાળામાં ૮૦૦ લોકો હોમાઈ ગયા હતા.

(11:12 am IST)