Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પૂર્વોતરના રાજ્યોના કેટલાક વિસ્તારમાં ગ્રેટર ઇસ્લામિક બાંગ્લાદેશ બનાવવા થઇ રહ્યું છે ષડ્યંત્ર : સંઘના વિચારક જે નંદકુમારનો દાવો

દેશમાં હિંદુત્વ અને હિંદુ શબ્દને જાણીજોઈને બદનામ કરવાના પ્રયાસો

 

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વિચારક જે નંદકુમારે દાવો કર્યો છે કે પૂર્વોત્તરના રાજ્ય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સાના કેટલાંક વિસ્તારમાં બાંગ્લાદેશમાં મળીને ગ્રેટર ઈસ્લામિક બાંગ્લાદેશ બનાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે.

  જે નંદકુમારે કહ્યું કે આજે દેશમાં હિંદુત્વ અને હિંદુ શબ્દને જાણીજોઈને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. તેઓએ કહ્યું કે આજે કેરળ, પશ્ચિમ બંગાળામાં હિંદુઓ પર ખતરો છે. જે નંદકુમાર આટલેથી અટકતા વધુમાં કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસી વિરૂદ્ધ જે પ્રદર્શનો થઈ રહ્યાં છે તેની પાછળ કેરળના ટ્રેન્ડ બૌદ્ધિક લોકો કામ કરી રહ્યાં છે.

  નંદકુમારે કહ્યું કે દેશની અંદર યુદ્ધ થાય તેવા પ્રયાસો થઈ રહ્યાં છે. ઉપરાંત તેઓએ દાવો કર્યો કે બંગાળનો રંગ બદલવામાં આવી રહ્યો છે, ખાસ એક ધર્મના લોકોને લાવીને વસાવવામાં આવે છે. તેમજ પાઠ્યક્રમોમાંથી હિંદુઓ સાથે જોડાયેલો શબ્દો પણ બદલવામાં આવી રહ્યાં છે. હિંદુઓના તહેવાર રોકવામાં આવે છે.

(12:00 am IST)