Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રામરહીમના જેલવાસ બાદ ડેરા સચ્ચા સોદાનું શોભા ઈસાના હાથમાં સંચાલન

રામ રહીમના પરિવારમાં પત્ની, પુત્ર, દીકરી, જમાઇ અને માતા હોવા છતા સંચાલન સિનિયર વાઇસ ચેરમેન શોભા સંભાળે છે

નવી દિલ્હી :સાધવી યૌન શોષણના કેસમાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ રામ રહીમ સુનારિયા જેલમાં 20 વર્ષની સજા કાપી રહ્યાં છે,સજા જાહેર થયા બાદ કરોડો રૂપિયામાં ફેલાયેલો ડેરાનો કારોબાર કોણ સંભાળી રહ્યું છે ? તેવો સવાલ અનેકના મનમાં ઉઠી રહ્યો છે શરૂઆતમાં લાગી રહ્યું હતું કે હનીપ્રીત અથવા તો રામ રહીમનો પુત્ર કે જમાઇ ડેરાના વારીસદાર હશે, પરંતુ હાલ કોઇને પણ વારસદાર જાહેર કરવામાં આવ્યા નથી.

 એવામાં સવાલ એ થાય કે ડેરાનું સંચાલન કોણ કરી રહ્યું છે, સૂત્રોનું માનીએ તો રામ રહીમના પરિવારમાં પત્ની, પુત્ર, દીકરી, જમાઇ અને માતા હોવા છતા ડેરાનું મેનેજમેન્ટે સંચાલન સંભાળ્યું છે. જેમાં શોભા ઇસા હાલ ડેરાની સીનિયર વાઇસ ચેરપર્સન છે અને ડેરાનું સંચાલન તેણીના હાથમાં છે.
   અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગુરમીત રામ રહીમ ડેરામાં પ્રવચન આપતો હતો અને સમગ્ર મંચ તે જ સંભાળતો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે, રામ રહીમ જેલમાં છે, પરંતુ રામ રહીમ જેલ જતાં પ્રવચન સાંભળનારાઓની સંખ્યા ઘટી ગઇ છે, હવે રામ રહીમના પ્રવચન મોટી સ્ક્રિન પર દેખાડવામાં આવે છે, મોટા પંડાલમાં બેસી લોકો સાંભળે છે.
રામ રહીમની માનેલી પુત્રી હનીપ્રીત પણ અંબાલા જેલમાં બંધ છે, રામ રહીમના મોટાભાગના સમર્થકો જેલમાં છે અથવા તો પોલીસના ડરથી ફરાર છે

(12:00 am IST)