Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ફૂડની હોમ ડિલિવરી કંપનીઓ કરે છે દબદબાનો દુરુપયોગ :પીએમઓ સુધી પહોંચી ફરિયાદ

સ્વિગી, ઝોમેટો, ઉબર ઈટ્સ અને ફૂડ પાંડા જેવી ફૂડ ડિલીવરી કંપનીઓ વિરૂદ્ધ 500 રેસ્ટોરન્ટ કરી ફરિયાદ

નવી દિલ્હી: મનપસંદ રેસ્ટોરન્ટ પર ઉપલબ્ધ ડિશને દોડીને સુધી પહોંચાડનાર મોબાઈલ એપ્પ સંચાલક કંપનીઓ સ્વિગી, ઝોમેટો, ઉબર ઈટ્સ અને ફૂડ પાંડા જેવી ફૂડ ડિલીવરી કંપનીઓ પોતાના દબદબોનો દુરુપયોગ કરીને માફિયાગિરિ કરતી હોવાની ફરિયાદ પીએમઓ સુધી પહોંચી છે

 રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે આ કંપનીઓ માફિયાગિરી કરી રહી છે. સમગ્ર બજાર પર કબજો કરનાર છે. નાના રેસ્ટોરન્ટને બરબાદ કરી રહી છે. સ્વીગીએ તો પોતાનું જ ક્લાઉડ કિચન શરૂ કરી દીધું છે અને ઝોમેટો એપમાં લિસ્ટેડ રેસ્ટોરન્ટને એક નક્કી કંપની પાસેથી જ કાચો માલ ખરીદવા માટે દબાણ કરે છે.

  સ્વિગી, ઝોમેટો, ઉબર ઈટ્સ અને ફૂડ પાંડા જેવી ફૂડ ડિલીવરી કંપનીઓ વિરૂદ્ધ લગભગ 500 રેસ્ટોરન્ટે વડાપ્રધાન કાર્યાલય (PMO) અને કોમ્પિટીશન કમીશન ઓફ ઈન્ડિયા (CCI)ને ફરિયાદ કરી છે. આ નાના અને મધ્યમ આકારના રેસ્ટોરન્ટનો આરોપ છે કે આ કંપનીઓ 'પોતાના દબદબાનો દુરઉપયોગ કરી રહી છે.' તેમાં ફૂડ ડિલિવરી કંપનીઓ વધુ ડિસ્કાઉન્ટ આપવા, ઇન-હાઉસ કિચન રાખવા જેવા આરોપ લગાવવામાં આવ્યા છે. રેસ્ટોરન્ટની ઓનલાઇન પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ કંપનીઓ નાના અને મધ્યમ રેસ્ટોરન્ટને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહી છે. 

  નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) પ્રેસિડેંટ રાહુલ સિંહે જણાવ્યું હતું કે 'રિટેલની માફક રેસ્ટોરન્ટ અથવા એપ દ્વારા ફૂડ સર્વિસ આપનાર કંપનીઓ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેંટ (FDI) સંબંધી કાયદાની પાબંધી લાગૂ નથી. 

  આ વિશે ઝોમેટે, ઉબર ઇટ્સ અને ફૂડ પાંડાએ ઇડીએ પૂછેલા પ્રશ્નના જવાબ ન આપ્યા. એસોસિએશને CCI પાસેથી ફૂડ ડિલીવરી કંપનીના મોટા ડિસ્કાઉન્ટ, કિચન/રેસ્ટોરન્ટમાં ભાગીદારી રાખવા જેવા ખોટા ધંધાની રીતને બંધ કરાવવાની માંગ કરી રહી છે. 

 ઈંડિગો જેવી રેસ્ટોરન્ટ બ્રાંડના માલિક ડેગસ્ટિબસ હોસ્પિટાલિટીના સીઇઓ અનુરાગ કટિયારે જણાવ્યું હતું કે ફૂડ ડિલિવરી કંપનીઓના લીધે રેસ્ટોરન્ટને નુકસાન થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સના મોટા ડિસ્કાઉન્ટથી રેસ્ટોરન્ટના ગ્રાહકો ઘટી રહ્યા છે. તેનાથી બિઝનેસ કોસ્ટ પણ વધી રહી છે. 

  પિટીશન અનુસાર સ્વિગીએ 'માર્કેટ પર પકડ મજબૂત કરવા માટે' ઇન-હાઇસ દ બાઉલ કંપની શરૂ કરી છે. તેના પ્લેટફોર્મ પર લિસ્ટિંગ માટે રેસ્ટોરન્ટે મોટી ફી ચૂકવવી પડે છે. જોકે સ્વિગી પર લોગ-ઇન કરનાર કસ્ટમર્સને પહેલા જાહેરાત તેની ઇન-હાઉસ કિચન ધ બાઉલ કંપની બતાવે છે.

 રેસ્ટોરન્ટ માલિકોનું કહેવું છે કે ઝોમેટોએ શાકભાજી, ચિકન અને અન્ય પ્રોડક્ટ વેચનાર કંપની હાઇપરપ્યોર શરૂ કરી છે અને તે ઝોમેટો પર લિસ્ટિંગ માટે રેસ્ટોરન્ટને હાયપરપ્યોર પાસેથી ખરીદી કરવા માટે મજબૂર કરી રહી છે. તે કસ્ટમર્સને ભારે ડિસ્કાઉન્ટ આપીને નાના રેસ્ટોરન્ટને નુકસાન પહોચાડી રહી છે.

(10:31 pm IST)