Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

આ વર્ષે વોટસએપમાં 7 નવા ગજબનાક ફીચર્સ ઉમેરાશે : જાણો કેવા લોન્ચ થશે ફીચર્સ

ડિઝાઇન અને ચેટ મજેદાર બનશે :કેટલીક એપ્પ નવો જ અનુભવ કરાવશે

નવી દિલ્હી :વિશ્વભરમાં મશહૂર વોટ્સએપ કે જેણે મેસેજિંગની રીત જ બદલી નાખી છે ચાલુ વર્ષે 2019માં વોટ્સએપ નવા 7 ગજબનાક ફીચર લઇને આવી રહ્યું છે જેનાથી યૂજર્સને નવો અનુભવ મળશે સાથે જ કેટલાક ફીચર્સ ડિઝાઇન અને ચેટ્સને સારી બનાવશે  જે ફીચર્સ આવી રહ્યાં છે તેમાંથી કેટલીક ટેસ્ટિંગ ચાલી રહી છે જે ટૂંક સમયમાં લોંચ થવાના છે.

1 મીડિયા પ્રીવ્યૂ:વોટ્સએપ મીડિયા પ્રીવ્યૂ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. તેના હેઠળ યૂજર્સ નોટિફિકેશન દ્વારા જ જોઇ શકો છો કે મોકલેલો વીડિયો, ઓડિયો અથવા ઇમેજ કઇ છે. એટલે કે વોટ્સએપ ઓપન કરવું પડશે નહી અને નોટિફિકેશનથી ખબર પડી જશે કે મોકલેલી વસ્તુ શું છે.   

2. QR કોડ ફીચર : કોઇનો કોન્ટેક્ટ શેર કરવો છે, તો વોટ્સઅપ QR કોડનો ઓપ્શન મળશે. તેનું ટેસ્ટિંગ શરૂ છે અને ટૂંક સમયમાં વોટ્સએપમાં આ ઓપ્શન મળશે.

3. ડાર્ક મોડ :આ ફીચરનું ટેસ્ટિંગ કંપની ઘણા લાંબા સમયથી કરી રહી છે. ઓછા પ્રકાશમાં અંધારામાં વોટ્સઅપ યૂઝ કરવા માટે આ ફીચર શાનદાર હશે. સ્માર્ટફોનમાં પણ ડાર્ક મોડનું ઓપ્શન હોય છે જેથી તમે એનેબલ કરી શકો છો.

4. કોન્ટેક્ટ રેકિંગ ફીચર : કોન્ટેક્ટ રેકિંગ ફીચર પણ જોવા મળશે. તેના હેઠળ એક લિસ્ટ તમને મળશે જેમાં ખબર પડશે કે તમે સૌથી વધુ કોની સાથે વાત કરો છો. આ ફીચરથી વારંવાર કોન્ટેક્ટ સર્ચ કરવો નહી પડે. 

5. વોઇસ મેસેજ સાંભળવો સરળ :એક પછી એક વોઇસ મેસેજ સાંભળ્યા બાદ એક નવું ફીચર મળશે. અત્યાર સુધી એક વોઇસ મેસેજ બાદ બીજો મેન્યુઅલઈ પ્લે કરવો પડતો હતો. આ ફીચર પણ ટેસ્ટિંગમાં છે અને ટૂંક સમયમાં આ બધા માટે આપવામાં આવશે. એટલે કે એકસાથે ઘણા વોઇસ મેસેજ એક-એક કરીને સાંભળી શકશો. 

6. લોક ફીચર :પ્રાઇવેસી માટે વોટ્સએપ અલગથી લોક કરી શકશો અને તેની સુવિધા વોટ્સએપ આપશે ફિંગરપ્રિંટ સ્કેનર અને ફેસલોક દ્વારા વોટ્સએપ લોક કરવાનું ફીચર આઇફોન યૂજર્સ માટે પહેલાં જાહેર કરવામાં આવશે. 

7. પ્રાઈવેટ રિપ્લાઇ :આ ફીચર ખાસ કરીને ગ્રુપમાં વાતચીત કરવા માટે હશે.ગ્રુપમાં તમે કોઇ મેસેજને પ્રાઇવેટ રિપ્લાઇ કરીને સીધા તે વ્યક્તિને મોકલી શકો છો, જેને તમે ઇચ્છો છો. બાકીના લોકો આ મેસેજ મળશે નહી.

(10:18 pm IST)