Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ખેડૂતોને શું આપવું? મોદી પાસે છે બે વિકલ્પ

૧૦મી જાન્યુઆરી સુધીમાં થઇ શકે છે મોટી જાહેરાત

નવી દિલ્હી તા.૪: લોકસભા ચૂંટણી પહેલા ખેડુતોને રાજી કરવામાં વિવિધ સ્તરે મંથન થઇ રહયું છે. ૮ જાન્યુઆરીએ સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થયા પછી કોઇ પ્રસ્તાવ પર સંમતિ થઇ શકે છે. પીએમઓના સુત્રો અનુસાર હાલ તો આ વિષયે કંઇ નક્કી નથી થયું. બધા પાસાઓનું બારીકીથી અધ્યયન થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં મળેલા બધા સુચનો માંથી સરકાર બે પર ગંભીરતાપુર્વક વિચારી રહી છે. જેમાં તેલંગાણા મોડલ પર ખેડૂતોને દરેક પાક પહેલા ડાયરેકટ કેશ ટ્રાંસફર યોજના હેઠળ એક નિશ્ચિત રકમ આપવી અને બીજુ એક લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ મુકત કરવી.

સુત્રો અનુસાર પ્રસ્તાવીત યોજનાઓને અમલી બનાવવામાં ટેકનીકલ મુશ્કેલીઓ પણ આવી રહી છે. આ કારણે કોઇ જાહેરાત કરતા પહેલા એ તપાસાઇ રહ્યું છે કે તેલંગાણા મોડલ આખા દેશમાં લાગુ કરી શકાય તેમ છે કે નહીં. આમા બે મૂળભૂત સમસ્યાઓ છે. એક તો આખા દેશમાં જમીનનો કોઇ વૈજ્ઞાનિક એકિકૃત રેકોર્ડ નથી બનાવાયો. એટલે ખેડૂતોને લાભ આપતા પહેલા ઘણું હોમવર્ક કરવું પડશે, જયારે સરકારની ઇચ્છા તાત્કાલીક અમલીકરણની છે. બીજી સમસ્યા સરકારનો રીપોર્ટ પોતે છે. જેના અનુસાર, ફકત ૨૦ ટકા ખેડૂતો  પોતાની જમીન પર ખેતી કરે છે બાકીના ૮૦ ટકા ખેડૂતો બીજાના ખેતોરમાં ખેતી કરે છે. જો કે અધિકારીઓનું કહેવું છે કે અક લાખ સુધીની વ્યાજમુકત લોનની યોજના આવાજ ખેડૂતોને ધ્યાનમાં રાખીને વિચારાઇ રહી છે. એક મુશ્કેલી નાણાકીય ખાદ્યની પણ છે.

આ બધી ટેકનીલક મુશ્કેલીઓ વચ્ચે મોદી સરકાર પર સામાન્ય ચૂંટણી લડતા પહેલા ખેડૂતો માટે કંઇક મોટુ કામ કરવાનું ભારે દબાણ છે. ૨૭ ડીસેમ્બરે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં થયેલી મીટીંગમાં ફીડબેક અપાયો હતો કે મોટાભાગના રાજ્યોમાં ખેડૂતોની સમસ્યા મોટો મુદ્દો બની ચુકી છે. સાથે જ ભાજપાને લાગે છે કે કોંગ્રેસ પોતાના ચૂંટણીના ઘોષણાપત્રમાં લોન માફીનું વચન આપી શકે છે. એટલે તેનો કાઉન્ટર એટેક શોધવા જરૂરી છે. સુત્રોનું માનીએ તો બધા વિકલ્પો પર વિચાર કર્યા પછી ૧૦ જાન્યુઆરી આસપાસ સરકાર કોઇ જાહેરાત કરી શકે છે.

શું છે તલંગાણા મોડલ

 દેવામાં ડુબેલાા ખેડૂતોને રાહત દેવા માટે તેલંગાણાની ટીઆરએસ સરકારે એક યોજના અમલમાં મુકી હતી. આના હેઠળ બધા ખેડૂતોને દરેક પાકની સીઝન પહેલા એકર દીઠ ૪૦૦૦ની આર્થિક મદદ આપવામાં આવે છે. ખેતી માટે મફત કનેકશન આપવામાં આવે છે. આ યોજના માટે બનાવાયેલ બલુ પ્રિન્ટ પ્રમાણે, આ યોજનાનો ખર્ચ લગભગ દોઢથી બે લાખ કરોડ જેટલો આવશે .(૧.૪)

(10:14 am IST)