Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેશના વિરોધમાં હિંસક પ્રદર્શન ચાલુ :266 લોકોની ધરપકડ :334 લોકોની અટકાયત

પોલિસ દ્વારા પ્રદર્શનકારીઓને પકડી લેવા માટે 'ઓપરેશન બ્રોકન વિન્ડો' શરુ

તિરુવનંતપુરમઃ સબરિમાલા મંદિરમાં બે મહિલાઓ દ્વારા પ્રવેશ કરવાના વિરોધમાં કેરળમાં બીજા દિવસે પણ હિંસક પ્રદર્શન ચાલુ રહ્યા હતા હિંસક પ્રદર્શન કરતા 266 લોકોની ધરપકડ કરાઈ હતી, જ્યારે 334 લોકોને અટકમાં લેવામાં આવ્યા હતા. 

  રાજ્યમાં હિંદુ કટ્ટરવાદીઓ દ્વારા બીજા દિવસે પણ હિંસક પ્રદર્શન ચાલુ રાખવામાં આવ્યા હતા. આથી પોલિસ દ્વારા પ્રદર્શનકારીઓને પકડી લેવા માટે 'ઓપરેશન બ્રોકન વિન્ડો' હાથ ધરવામાં આવ્યું હતું. 

  પોલિસે જણાવ્યું કે, સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા આ હિંસામાં સંડોવાયેલા લોકોનું એક લિસ્ટ બનાવાશે અને તેને જિલ્લા પોલિસ વડાને સુપરત કરવામાં આવશે. ત્યાર બાદ તેમના આદેશના પગલે પ્રદર્શનકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્  રદર્શનમાં સંડોવાયેલા લોકોના મોબાઈલ ફોનને ડિજિટલ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીને મોકલી આપવામાં આવ્યા છે. સાથે જ પ્રદર્શનકારીઓના ઘરમાંથી હથિયારોને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશન પર હાથ ધરાયું છે.તેમજ  સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનારી વ્યક્તિઓ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

(12:00 am IST)