Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

તાનાશાહના પરિવારે ફરી અસલી ડીએનએ દર્શાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યુ પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના પ્રશ્નને લઇ પ્રહાર : કોંગી પાર્ટીનો ઇતિહાસ પત્રકારત્વને કચડી નાંખવાનો છે

નવી દિલ્હી, તા. ૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યુ લેનાર પત્રકાર પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ટિપ્પણી ઉપર ભાજપે તેમના ઉપર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આ નિવેદનની ટીકા કરતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે, તાનાશાહના પરિવારના સભ્યો અસલી ડીએનએ દર્શાવી રહ્યા છે.  કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાનનું ઇન્ટરવ્યુ લેનાર પત્રકાર પર નરમ વલણ અપનાવવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, ઇન્ટરવ્યુ દરમિયાન પીએમને એવા પ્રશ્ન પછવામાં આવ્યા હતા જેનો જવાબ તેઓ આપવા માંગતા હતા. જેટલીએ ટ્વિટ કરીને કહ્યં હતું કે, ઇમરજન્સી તાનાશાહના પરિવારના સભ્યો હવે અસલી ડીએનએ દર્શાવી રહ્યા છે. તેઓએ એક સ્વતંત્ર પત્રકાર પર ઉપર પ્રહાર કર્યા છે અને ડરાવવાના પ્રયાસ કર્યા છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ઇન્ટરવ્યુ દરમિયાન પત્રકારે હળવું વલણ અપનાવ્યું હતું. પત્રકાર જ પ્રશ્ન કરી રહ્યા હતા અને વડાપ્રધાનના જવાબ પણ આપી રહ્યા હતા. ભાજપના નેતાઓએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આ નિવેદનને લઇને જોરદાર ઝાટકણી કાઢી છે. આ પહેલા બુધવારના દિવસે જેટલીએ રાફેલ મુદ્દા ઉપર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની જાણકારીને લઇને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ફ્લાઇ અવે વિમાન અને હથિયારબંધ જેટની વચ્ચે સરખામણી કરવાને લઇને કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા. ભાજપના મિડિયા પ્રમુખ અનિલ બલુનીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ટિકા કરતા કહ્યું છે કે, પત્રકારોના સંદર્ભમાં કોંગ્રેસની આ માનસિકતા દેખાઈ આવે છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ડીએનએ ઇમરજન્સીના ગાળાના છે. તેમની પાર્ટીનો ઇતિહાસ પત્રકારત્વને કચડી નાંખવાનો રહ્યો છે. પોતાની હળવી ટિપ્પણી કરવા બદલ દેશના પત્રકારો સમક્ષ કોંગ્રેસે માફી માંગવી જોઇએ. કોંગ્રેસે લોકસભામાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ આયોજિત ઇન્ટરવ્યુ આપીને જવાબો આપ્યા હતા.

(12:00 am IST)