Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

શિકાગોની ભારતીય કોન્સ્યુલેટ ઓફિસમાં ૯મી જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવશેઃ બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા દરમ્યાન આ દિનની ઉજવણી કરાશેઃ ભારતીય સમાજના લોકોને કોન્સ્યુલેટ ઓફિસમાં પધારવા કોન્સ્યુલ જનરલ નિતા ભૂષણની આગ્રહભરી વિનંતી

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શિકાગોના ડાઉન ટાઉન વિસ્તારમાં આવેલ ભારતીય કોન્સ્યુલેટ ઓફિસમાં પ્રવાસી ભારતીય દિનની ઉજવણી ૯મી જાન્યુઆરીના રોજ થશે અને તેથી શિકાગો અને તેના પરા વિસ્તારમાં વસવાટ કરતા ભારતીય સમાજના લોકોને આ દિનની ઉજવણીમાં ભાગ લેવા માટે શિકાગોના કોન્સ્યુલ જનરલ નિતા ભૂષણે આગ્રહભરી વિનંતી કરેલ છે.

પ્રવાસી ભારતીય દિનની ઉજવણીનો કાર્યક્રમ શિકાગોની ઓફિસમાં નવમી જાન્યુઆરીએ બપોરે ત્રણ વાગ્યાથી શરૃ થશે અને સાંજના પાંચ વાગ્યે તે પૂર્ણ થશે. માટે ભારતીય સમાજના તમામ લોકોએ તેમાં ભાગીદાર બની તેને સફળ બનાવવા સત્તાવાળાઓની આગ્રહભરી વિનંતી છે.

 

(6:11 pm IST)