Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જુનિયર હોકી વર્લ્ડકપ :ભારત સેમીફાઈનલમાંથી બહાર : જર્મનીએ સતત બીજી વાર ખિતાબ જીતવાનું સપનું રોળ્યું

6 વખતની ચેમ્પિયન જર્મન ટીમ સમગ્ર મેચમાં હાવી રહી : ભારતને 2-4થી હારનો સામનો કરવો પડ્યો

મુંબઈ :જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ 2021માં સતત બીજી વખત ટાઈટલ જીતવાની ભારતની આશાઓ તુટી ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય જુનિયર હોકી ટીમે સેમિફાઈનલમાં જર્મનીના હાથે 2-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. છ વખતની ચેમ્પિયન જર્મનીએ પહેલા હાફમાં જ ભારતીય ટીમ પર 4-1થી સરસાઈ મેળવી લીધી હતી અને ત્યારબાદ ટીમ ઈન્ડિયાને વાપસી કરવાની કોઈ તક આપી નહોતી.

હવે સાતમા ટાઈટલ માટે જર્મનીની ટીમ ફાઈનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે. બીજી તરફ ભારતીય ટીમ ત્રીજા સ્થાન માટે ફ્રાન્સ સામે ટકરાશે, જેને આર્જેન્ટિનાએ પ્રથમ સેમિફાઈનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. ભારત અને ફ્રાન્સ એક જ ગ્રુપમાં હતા, જ્યાં ફ્રાન્સની ટીમે ભારતને 5-4થી હરાવ્યું હતું.

(11:48 pm IST)