Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ક્રિસિલે જીડીપી ગ્રોથ ઘટાડીને પ.૧ ટકા જાહેર કર્યો

ભારતીય અર્થતંત્ર ઉપર આર્થિક મંદીનો ઓછાયો દિવસને દિવસે ઘેરાઇ રહ્યો છે

નવી દિલ્હી, તા. ૩ :  ભારતીય અર્થતંત્ર ઉપર આર્થિક મંદીનો ઓછાયો દિવસને દિવસ ઘેરાઇ રહ્યો છે અને સ્થિતિ દિવસે-દિવસે વિકટ થઇ રહી હોય એવા સંકેત મળી રહ્યા છે. હવે રેટીંગ એજન્સી ક્રિસિલે પણ નાણાં વર્ષ ર૦ર૦ માટેના ભારતના આથિૃક વિકાસદરમાં ઝડપી ઘટાડો કર્યો છે.  હવે રેટીંગ એજન્સી ક્રિસિલે પણ નાણા વર્ષ ર૦ર૦ માટેના ભારતના આર્થિક વિકાસદરમાં ઝડપી ઘટાડો કર્યો છે. રેટીંગ એજન્સીએ ચાલુ નાણા વર્ષ માટે ભારતના જીડીસી ગ્રોથનો અંદાજ ઝડપથી ઘટાડીને પ.૧ ટકા જાહેર કર્યો છે. જયારે ક્રિસિલે અગાઉ ૬.ર ટકાના વિકાસદરની આગાહી કરી હતી.

આગામી પાંચમી ડિસેમ્બરે રિઝર્વ બેન્કની ધિરાણનીતિની જાહેરાત પૂર્વે આ અહેવાલ મળ્યા છે. આગામી ગુરૂવારે રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી વ્યાજદરની સમીક્ષા કરવા માટે બેઠક કરશે. ક્રિસિલ દ્વારા ભારતના વિકાસદરમાં કરાયેલો ઘટાડો એ જેપનીઝ બ્રોકરેજ નોમુરા દ્વારા આગાહી કરાયેલા ૪.૭ ટકા પછીનો સૌથી નીચો દર છે. નોંધનીય છે કે તાજેતરમાં સરકાર દ્વારા જુલાઇથી સપ્ટેમ્બર કવાર્ટરનો જીડીપી ગ્રોથ ૪.પ ટકા જાહેર કરવામાં આવ્યો છે જે છેલ્લા છ વર્ષનો સૌથી નીચો વિકાસદર છે. આ સાથે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પ્રથમ છ મહિનામાં ભારતનો વિકાસદર ૪.૭પ ટકા નોંધાયો છે. ક્રિસિલે કહ્યું કે બીજા છમાસિક ગાળામાં ભારતનો વિકાસદર પ.પ ટકા રહેશે જે પ્રથમ છમાસિક ગાળામાં ૪.૭પ ટકા નોંધાયો છે.

(3:36 pm IST)