Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

૨૦૨૦માં એશિયાની સૌથી ઊંચી ૯.૨ ટકા વેતન વૃદ્ધિ થવાનો અંદાજ

મોંઘવારીને બાદ કરતાં વાસ્‍તવિક વેતન વૃદ્ધિ તો પાંચ ટકા જ રહેશે

નવી દિલ્‍હી, તા.૩: આગામી વર્ષે ભારતમાં કર્મચારીઓના વેતનમાં અશિયાનો સૌથી વધુ એમ ૯.૨ ટકા વધારો નોંધાઇ શકે છે. મોંઘવારીને બાદ કરતાં વાસ્‍તવિક વેતન વૃદ્ધિ તો પાંચ ટકા જ રહેશે. કોર્ન ફૈરી ગ્‍લોબલ સેલરી ફોરકાસ્‍ટે આ સંકેત આપ્‍યા છે. એજન્‍સીના અહેવાલમાં જણાવ્‍યા મુજબ ભારતમાં કર્મચારીના વેતનમાં વર્ષ ૨૦૨૦માં ૯.૨ ટકા વધારો થઇ શકે છે. પરંતુ મોંદ્યવારી દરને બાદ કરતાં વાસ્‍તવિક વેતન વધારો અડધો જ રહેશે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે એશિયામાં ભારત વેતનવૃદ્ધિને મોરચે સૌથી મોખરે રહેશે. કોર્ન ફૈરી ઇન્‍ડિયાના ચેરમેન અને રિજિયોનલ મેનેજિંગ ડિરેક્‍ટર નવનીતસિંહે કહ્યું કે, ‘વિશ્‍વભરમાં વેતનમાં થઇ રહેલા દ્યટાડા વચ્‍ચે ભારતમાં વેતનવધારો થવાના સંકેત મળી રહ્યા છે. વર્તમાન આર્થિક સ્‍થિતિ અને સરકારના રિફોર્મ્‍સને જોતાં વેતન વધારાની આશા સેવાઇ રહી છે.' આ અહેવાલે વર્ષ ૨૦૧૯ માટે ભારતમાં ૧૦ ટકા વેતનવૃદ્ધિની આગાહી કરી હતી. એજન્‍સીએ વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ એમ બંને માટે મોંદ્યવારીના એકસમાન પાંચ ટકાના અંદાજો જ માંડયા છે. અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે બિઝનેસ પર રહેલા કોસ્‍ટના દબાણને કારણે બાંધ્‍યા વેતનમાં વૃદ્ધિદર ધીમો રહેશે પરંતુ ઊંચી કાર્યદક્ષતા અને કૌશલ્‍ય ધરાવનારાઓના વેતનમાં પ્રોત્‍સહક વેતનના રૂપમાં વધારો મળતો રહેશે. ૧૩૦ જેટલા દેશોના ૨૫,૦૦૦ જેટલા એકમોમાં કામ કરતા બે કરોડ જેટલા કામદારોના વેતન સંબંધી ડેટા આધારે કોર્ન ફૈરીએ ઉપરોક્‍ત તારણો જાહેર કરેલાં છે. ઇકોનોમિસ્‍ટ ઇન્‍ટેલિજન્‍સ યુનિટે આગામી વર્ષના ફુગાવા કે મોંદ્યવારી દર અંગે કરેલી ધારણાને અહેવાલમાં ધ્‍યાને લેવામાં આવી છે.

 વર્ષ ૨૦૨૦માં વિશ્વ સ્‍તરે ૪.૯ ટકા વેતન વધારો થશે. જોકે અનુમાનિત ૨.૮ ટકાના મોંદ્યવારી દરને જોતાં વાસ્‍તવિક વેતનવૃદ્ધિ ૨.૧ ટકા જ રહેશે. આગામી વર્ષે એશિયામાં સરેરાશ વેતન વૃદ્ધિ ૫.૩ ટકા રહેવાની સંભાવના છે. ૨.૨ ટકાના મોંદ્યવારી દરને બાદ કરતાં વાસ્‍તવિક વેતનવૃદ્ધિ ૩.૧ ટકા જ રહેશે.

(10:47 am IST)
  • માનવ સંસાધન મંત્રાલય કહ્યું છે કે તુરતમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી દેવાશે access_time 12:50 am IST

  • મમતા બેનરજી વિધાનસભાને જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ડેબ્યુથી ૪૪ હજાર લોકોને અસર થઇ છે:તેમણે કહેલ કે વિપક્ષ આ પ્રશ્ન રાજકીય સ્વરુપ આપી રહ્યા છે અને જાણે સરકારે ડેંગ્યુના લાર્વા પેદા કર્યા હોય તેવો માહોલ સર્જી રહ્યું છે. access_time 12:51 am IST

  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST